- જાપાન દેશના હવે ટૂંક સમયમાં નવા વડાપ્રધાન મળશે
- વડાપ્રધાન ફુમિયો કિશિદાએ પ્રેસ કોન્ફરન્સ કરી રાજીનામું આપવાની જાહેરાત કરી
- જાપાનમાં સત્તામાં રહેલી એલડીપી પાર્ટી વિવાદમાં રહેતા નિર્ણય લેવાયો
જાપાન દેશના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ આવતા મહિને પીએમ પદ છોડવાની જાહેરાત કરી છે. તેઓ સપ્ટેમ્બરમાં સત્તામાં રહેલી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતાના પદ પરથી રાજીનામું આપશે. કિશિદાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે આગલા મગિને યોજાનારી પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી તેઓ નથી લડવાના. જાપાનનમાં સત્તામાં રહેલી પાર્ટીના અધ્યક્ષ વડાપ્રધાન ચૂંટાતા હોય છે. આ જાહેરાત પછી હવે નક્કી થઈ ગયું છે કે જાપાનને ટૂંક સમયમાં નવા વડાપ્રધાન મળશે.
શા માટે આવો નિર્ણય લીધો?
જાપાનમાં સત્તામાં રહેલી પાર્ટી એલડીપી સતત વિવાદોમાં રહી છે. આ પાર્ટી સાથે સંકળાયેલા કૌભાંડ, રાજકીય ફંડિંગના લઈને વિવાદ અને કિશિદાનું સતત ઘટતું જતું એપ્રૂવલ રેટિંગને કારણ મનાઈ રહ્યું છે. જુલાઈ મહિનામાં કિશિદાના એપ્રૂવલ રેટિંગમાં 20 ટકા નીચે હતો. આ સતત આઠ મહિના છે. જ્યારે કિશિદાનું રેટિંગ આટલું ઓછું છે. વર્ષ-2021માં પીએમ કિશિદાનું રેટિંગ 65 ટકાની આસપાસ હતું. મહત્ત્વનું છે કે, કિશિદાએ ઑક્ટોબર-2021ના રોજ જાપાનના વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. કિશિદાએ યોશીહાઈદ સુગાનું સ્થાન લીધું હતું.


