- પીએમ મોદી પોલેન્ડના વડાપ્રધાન ટસ્ક સાથે મળી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી
- આગામી પાંચ વર્ષમાં ભારત-પોલેન્ડ માળખાગત, સિક્યોરિટી એગ્રીમેન્ટ, ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં ભાર મૂકશે
- બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય કારોબાર વધારવાની સંભાવના વ્યક્ત કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પોલેન્ડના બે દિવસીય પ્રવાસ પર છે. પીએમ મોદીએ પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. બંને દેશોએ એક પાંચ વર્ષીય કાર્ય યોજના એટલે કે રોડમેપ તૈયાર કર્યો છે. અને આની પર બંને દેશ સમંત થયા છે. જે વર્ષ 2024-2028 માં દ્વિપક્ષીય સહયોગમાં માર્ગદર્શન કરશે.
યુરોપિયન દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવતી વખતે, ભારત મધ્ય યુરોપમાં ઝડપી આર્થિક પ્રગતિ કરી રહ્યું છે. દેશે પોલેન્ડ સાથે તેના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપ્યો છે. પીએમ મોદીએ વોર્સોમાં પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે મુલાકાત કરી. બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ વર્ષ 2024-28 માટે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ ક્ષેત્રો માટે ઘણા લક્ષ્યો નક્કી કર્યા છે. ગુરુવારે વોર્સોમાં પોલેન્ડના પીએમ ડોનાલજ ટસ્ક અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
બંને સરકારો સમાધાન પર સંમત થયા
45 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન ટસ્ક સરકાર દ્વારા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. બંને વડાપ્રધાનોએ વેપાર અને રોકાણ, ટેક્નોલોજી અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં સંબંધોને ગાઢ બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. પોલેન્ડ હજુ પણ મધ્ય એશિયામાં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને મોદીએ તેમની મુલાકાત બાદ દ્વિપક્ષીય વેપારમાં વધુ વૃદ્ધિની સંભાવના વ્યક્ત કરી હતી. પ્રશિક્ષિત અને કુશળ ભારતીય કામદારો માટે પોલેન્ડમાં વધુ તકો પૂરી પાડવા માટે બંને સરકારો વચ્ચે સમજૂતી પર પહોંચવા માટે પણ સહમતિ બની છે.
ભારતમાં બનતા મેગા ફુડ પાર્ક
પોલેન્ડના પીએમ ટસ્કે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજનયિક સંબંધોની 70મી વર્ષગાંઠ પર અમે સંબંધોને રણનીતિક ભાગીદારીમાં ફેરવવાનો નિર્ણય લીધો છે. અમે સંબંધોને એક નવી દિશા આપવા માટે નવી તકોને ઓળખ કરી છે. અમારી સંસદ વચ્ચે પરસ્પર આદાન પ્રદાન વધવું જોઈએ. આર્થિક સહયોગને વ્યાપ પ્રદાન કરવું. ખાનગી ક્ષેત્રોને જોડવામાં આવે. ફુડ પ્રોસેસ્ડમાં પોલેન્ડ વર્લ્ડ લીડર છે. અમે પણ ઈચ્છીએ છીએ કે ભારતમાં બનતા મેગા ફુડ પાર્ક જોડાય ભારતમાં ઝડપથી વધતા શહેરીકરણ, જળસંશોધન, કચરાનું મેનેજમેન્ટ, માળખાગત સુવિધામાં પણ પોલેન્ડની કંપનીઓ માટે ઘણી તકો છે.
ભારત અને ઈયુના સંબંધોને બળ મળશે
પીએમ મોદીએ કહ્યું કે, સંરક્ષણ ક્ષેત્રમાં નજીકના સહયોગી અમારા ગહન પરસ્પર વિશ્વાસના પ્રતીક છે. આ ક્ષેત્રમાં પરસ્પર સહયોગનો વધુ મજબૂત બનાવવામાં આવશે. ટ્રેઈન્ડ કામદારોની ભલાઈ અને મોબિલીટીને પ્રોત્સાહન આપવા બંને પક્ષો વચ્ચે સોશિયલ સિક્યોરિટી એગ્રીમેન્ટ પર સહમત થયા છે. પીએમ મોદીએ આગળ જણાવ્યું કે, જાન્યુઆરી-2020માં પોલેન્ડ યુરોપિયન યુનિયનની અધ્યક્ષતા સંભાળશે. મને વિશ્વાસ છે કે આપના સહયોગથી ભારત અને ઈયુના સંબંધોને બળ મળશે.


