ભારતે એકવાર ફરીથી માલદીવ સરકારને એક મોટી આર્થિક મદદ કરી છે. પાંચ કરોડ ડોલરની આર્થિક મદદ આપવાના ટ્રેઝરી બિલને એક વર્ષ વધારી દીધું છે. માલદીવ સરકારની અપીલ પર ભારતે આ પગલું ઉઠાવ્યું છે. માલદીવમાં કાર્યરત હાઈ કમિશનરે ગુરુવારે આ જાણકારી આપી છે. હાઈ કમિશનર તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે, માલદીવ સરકારની અપીલ પર સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ માલદીવના નાણાં મંત્રાલયની તરફથી જાહેર ટ્રેઝરી બિલ્સને મેચ્યોરિટી એકવર્ષ માટે વધારી દીધી છે. પહેલા આની મેચ્યોરિટી 19 સપ્ટેમ્બર સુધી થવાની હતી.
આ વર્ષે માલદીવને બીજી નાણાકીય મદદ કરાઈ
ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં પણ માલદીવ સરકારની વિશેષ અપીલ પર પાંચ કરોડ ડોલરના ટ્રેઝરી બિલના પ્રથમ રોલઓવરને મંજૂરી આપવામાં આવી હતી. આમ, આ વર્ષે માલદીવમાં ભારત સરકારનું આ બીજું રોલઓવર છે. ભારતીય હાઈ કમિશને માલદીવને ભારતના મુખ્ય પાડોશી તરીકે અને ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ હેઠળ મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું હતું. હાઈ કમિશને કહ્યું કે ભારતે માલદીવને તેની જરૂરિયાતના સમયે મદદ કરી છે અને ટ્રેઝરી બિલના રોલઓવરને એક વર્ષ સુધી લંબાવવું એ માલદીવના લોકો અને સરકાર માટે ભારતનું સતત સમર્થન દર્શાવે છે.
માલદીવના વિદેશ મંત્રીએ ભારતને વખાણ્યું
ભારતની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીરે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ભારત સરકારની 50 મિલિયન અમેરિકી ડોલરની મદદની જાહેરાતને ભારત અને માલદીવની વચ્ચે મિત્રતાના કાયમી સંબંધને જાહેર કરશે તેવું જણાવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર મૂકેલી પોસ્ટમાં માલદીવના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, માલદીવને 50 કરોડ અમેરિકી ડોલરના ટ્રેઝરી બિલને રોલઓવર રીતે મહત્ત્વના બજેટીય મદદ કરવા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ભારત સરકારનો હાર્દિક આભાર, આ ઉદાર ભાવ માલદીવ અને ભારતની વચ્ચેની સ્થાયી બંધનને દર્શાવે છે.
ભારત-માલદીવના સંબંધોમાં ઉતાર-ચઢાવ
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના પદભાર ગ્રહણ કર્યા પછીથી જ માલદીવ અને ભારતના સંબંધોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મુઈજ્જુએ પોતાના શપથવિધિના થોડા સમય પછી જ માલદીવમાંથી ભારતીય સૈનિકોને હાંકી કાઢવા અલ્ટિમેટમ આપ્યું હતું. જો કે, તાજેતરના સમયમાં મુઈજ્જુ સરકારના વલણમાં નરમાશ આવી છે. તેને ભારતની સાથે પોતાના વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. વર્તમાન સમયે મોહમ્મદ મુઈજ્જુ ઘણીવાર ભારતનો પ્રવાસ કરી ચુક્યા છે. જ્યારે ગત ત્રણ દિવસ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે માલદીવનો પ્રવાસ કર્યો હતો.


