ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 સિરીઝ જીત્યા બાદ પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે 6 મેચની સફેદ બોલની સિરીઝ રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બુધવારે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ, ODI અને T-20 ટીમોની જાહેરાત કરી છે. આ સમગ્ર પ્રવાસમાં કુલ 8 મેચો રમાશે, જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ત્રણ T20 આંતરરાષ્ટ્રીય, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે. આ પ્રવાસ માટે પાકિસ્તાનની ટેસ્ટ ટીમની કમાન શાન મસૂદ સંભાળશે, જ્યારે ODI અને T-20 ટીમોની કમાન મોહમ્મદ રિઝવાન સંભાળશે.
બાબર આઝમને મળ્યું સ્થાન
સ્ટાર બેટ્સમેન બાબર આઝમ ત્રણેય ટીમમાં સામેલ મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. રિઝવાનના નેતૃત્વમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું, જેમાં યજમાન ટીમનો 0-3થી વ્હાઇટવોશ થયો હતો. જોકે ઝિમ્બાબ્વે સામેની વર્તમાન સિરીઝ જીતવાથી તેમની હારનું દર્દ ઓછું થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ પાકિસ્તાની ખેલાડીઓ માટે અલગ પડકાર હશે, કારણ કે યજમાન ટીમ એક મજબૂત T20 ટીમ તરીકે ઉભરી છે.
શાહીન આફ્રિદી ટેસ્ટ ટીમનો ભાગ નથી
પાકિસ્તાનની આ ટીમોની પસંદગી આવતા વર્ષે યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જેમાં સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને મેગા ઈવેન્ટની તૈયારી માટે ટેસ્ટ સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આ સિવાય ફિટનેસના કારણે આક્રમક ઓપનિંગ બેટ્સમેન ફખર ઝમાનના નામ પર વિચાર કરવામાં આવ્યો ન હતો. ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે તાજેતરમાં સારા પ્રદર્શન છતાં સાજિદ ખાનને પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. દક્ષિણ આફ્રિકાની પીચોને જોયા બાદ પસંદગીકારોએ ઝડપી બોલર મોહમ્મદ અબ્બાસને તેના સ્થાને સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પાકિસ્તાનની ટેસ્ટ ટીમ
શાન મસૂદ (કેપ્ટન), સઈદ શકીલ (વાઈસ-કેપ્ટન), આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, બાબર આઝમ, હસીબુલ્લાહ (વિકેટકીપર), કામરાન ગુલામ, ખુર્રમ શહઝાદ, મીર હમઝા, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), નસીમ શાહ, નોમાન અલી, સૈમ અયુબ, સલમાન અલી આગા.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પાકિસ્તાનની ODI ટીમ
મોહમ્મદ રિઝવાન (કેપ્ટન, વિકેટકીપર), અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, બાબર આઝમ, હરિસ રઉફ, કામરાન ગુલામ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ ઈરફાન ખાન, નસીમ શાહ, સૈમ અયુબ, સલમાન અલી આગા, શાહીન આફ્રિદી, સુફયાન મોકિમ, તૈયબ તાહિર, ઉસ્માન ખાન (વિકેટકીપર).
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પાકિસ્તાનની T20 ટીમ
મોહમ્મદ રિઝવાન (કેપ્ટન, વિકેટકીપર), અબરાર અહેમદ, બાબર આઝમ, હરીસ રઉફ, જહાન્દાદ ખાન, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ ઈરફાન ખાન, ઓમેર બિન યુસુફ, સૈમ અયુબ, સલમાન અલી આગા, શાહીન આફ્રિદી, સુફિયાન મોકિમ, તૈયબ તાહિર અને ઉસ્માન ખાન (વિકેટ કીપર).


