ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં રોહિત શર્મા વિના રમી રહી છે. રોહિત શર્માએ પોતાને સિડની ટેસ્ટથી દૂર રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે હવે ચાહકો સહિત બધાને આશ્ચર્ય છે કે રોહિતે આ નિર્ણય કેમ લીધો? તો બીજી તરફ એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે શું રોહિતે ખરેખર પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે કે પછી તેને બહાર કરી દેવામાં આવ્યો છે? હાલમાં આ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ જ ગરમ છે.
ભારતીય ક્રિકેટમાં આવી ગુપ્ત બાબતો સમજી શકતો નથી-સંજય માંજરેકર
આ અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે પણ સવાલ ઉઠાવ્યા છે. સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી દરમિયાન સંજય માંજરેકરે કહ્યું, “રવિ શાસ્ત્રીની આ ખૂબ જ રહસ્યમય વાત છે. મને એકદમ નવાઈ લાગી. હું ભારતીય ક્રિકેટમાં આવી ગુપ્ત બાબતો સમજી શકતો નથી. આ ભારતીય ક્રિકેટનો મુદ્દો છે. અમે અમારી કામગીરીમાં અત્યંત ગોપનીયતા જાળવીએ છીએ. રોહિત શર્મા એવો ખેલાડી છે જેણે 62 ટેસ્ટ મેચ રમી છે. તેણે આગળ કહ્યું, “શું તેણે નાપસંદ કરવાનું નક્કી કર્યું છે? શું તેઓને બહાર ફેંકી દેવામાં આવ્યા છે? મને આશ્ચર્ય થયું કે ટોસ સમયે પણ તેના વિશે વધુ ચર્ચા થઈ નહોતી.
રોહિતનો માટે ખરાબ રહ્યો ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ પ્રવાસ
રોહિત શર્મા માટે ઓસ્ટ્રેલિયાનો આ ટેસ્ટ પ્રવાસ ઘણો ખરાબ રહ્યો છે. રોહિત સિરીઝની પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો, પરંતુ બીજી મેચમાં તેની વાપસી થઈ હતી. બીજી અને ત્રીજી મેચમાં રોહિત છટ્ઠા ક્રમે બેટિંગ કરતો જોવા મળ્યો હતો, પરંતુ તેના હાર્ડ લક તે બંને મેચમાં ફ્લોપ સાબિત થયો હતો. આ ઉપરાંત રોહિત ફરીથી મેલબોર્ન ટેસ્ટમાં ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો અને અહીં ઓપનિંગમાં પણ તે ફ્લોપ સાબિત થયો હતો.રોહિતે આ સિરીઝમાં ત્રણ મેચ રમી અને તેના બેટથી માત્ર 31 રન બનાવ્યા.
રોહિત શર્માના કરિયર પર પ્રશ્ન?
આ પહેલા ન્યુઝીલેન્ડ સાથે રમાયેલી હોમ ટેસ્ટ સિરીઝમાં રોહિતનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. તે માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ કેપ્ટનશિપમાં પણ ફ્લોપ રહ્યો છે. બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટને બાદ કરતાં તેઓ T20 વર્લ્ડ કપ પછી એક પણ ટેસ્ટ મેચ જીતી શક્યા નથી. છેલ્લી 6 ટેસ્ટ મેચોમાં તે એક પણ મેચ જીતી શક્યો નથી અને માત્ર 1 મેચ ડ્રો કરવામાં સફળ રહ્યો છે.


