લા લીગા ફુટબોલ ટૂર્નામેન્ટમાં રિયલ મેડ્રિડે વેલેન્સિયા સામે 2-1થી નાટકીય જીત મેળવી હતી. ટ્વિસ્ટ્સ અને ટર્ન્સથી ભરપૂર મેચમાં મળેલી જીતથી રિયલ મેડ્રિડને ભારે રાહત થઇ હતી.
મેચમાં એક પેનલ્ટી મિસ થઇ હતી તો ખેલાડીને રેડ કાર્ડ પણ મળ્યું હતું. રિયલ મેડ્રિડના ખેલાડી જ્યૂડ બેલિંઘમે મેચમાં પેનલ્ટી પર ગોલ કરવાની તક ગુમાવી હતી પરંતુ ટીમ માટે અંતે તેણે જ નિર્ણાયક ગોલ કર્યો હતો. વિનિસિયસ જૂનિયરને મચમાં રેડ કાર્ડ મળ્યુ હતું જે કારણે માત્ર 10 ખેલાડીઓ સાથે રમી રહેલી રિયલ મેડ્રિડની ટીમે તે બાદ પણ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતવામાં સફળ રહી હતી. આ વિજયની સાથે જ 2019 બાદ રિયલ મેડ્રિડ સતત પરાજયથી બચવામાં સફળ રહ્યું હતું.
હાલ રિયલ મેડ્રિડના 43 પોઇન્ટ છે અને તે એટલેટિકોથી બે પોઇન્ટ આગળ છે, જોકે તેમણે એક મેચ વધારે પણ રમી છે. વેલેન્સિયાના મેસ્ટાલ્લા સ્ટેડિયમમાં રમાયેલી પોઇન્ટ ટેબલમાં નીચેથી બીજી અને ઉપરથી બીજા સ્થાને રહેલી ટીમો વચ્ચેની મેચમાં સંઘર્ષરત વેલેન્સિયાની ટીમે 27મી મિનિટમાં ગોલ કર્યો હતો. હ્યુગો ડુરોએ ટીમને આ સફળતા અપાવી હતી. જે બાદ રિયલ મેડ્રિડે પોતાની તીવ્રતા બીજા હાફમાં વધારી હતી અને મેચની પંચાવનમી મિનિટમાં કિલિયન મબાપેએ પેનલ્ટી મેળવી હતી પરંતુ બેલિંઘમ તેને ગોલમાં પરિવર્તિત કરી શક્યો નહોતો. 79મી મિનિટમાં વિનિસિયસ જૂનિયરને રેડ કાર્ડ બતાવાયું હતું. ક્રોએશિયાના કાર્લોએ મેડ્રિડ માટે બરાબરી કરતો ગોલ કર્યો હતો મેચની અંતિમ વ્હીસલ પહેલા બેલિંઘમે ગોલ ફટકારીને ટીમને જીત અપાવી હતી


