રણજી ટ્રોફી 2024-25નો બીજો તબક્કો 23 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય બેટ્સમેન પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. આ આખી સિરીઝમાં, વિરાટ કોહલી, શુભમન ગિલથી લઈને કેપ્ટન રોહિત શર્મા સુધી, બધા જ ફ્લોપ સાબિત થયા.
જે બાદ ભૂતપૂર્વ ક્રિકેટરોએ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટ રમવાની સલાહ આપી. હવે રણજી ટ્રોફીના બીજા તબક્કા માટે દિલ્હી ટીમની ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં વિરાટ કોહલી અને રિષભ પંતના નામ પણ સામેલ છે.
આ મોટા ખેલાડીઓને મળ્યું ટીમમાં સ્થાન
રણજી ટ્રોફી 2024-25 સીઝનના બીજા તબક્કા માટે દિલ્હીની સંભવિત ટીમમાં વિરાટ કોહલી, રિષભ પંત અને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) દ્વારા જાહેર કરાયેલ 41 સભ્યોની સંભવિત ટીમમાં આયુષ બદોની, નવદીપ સૈની અને યશ ધુલનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીએ પોતાની છેલ્લી રણજી મેચ 2012 માં રમી હતી. યુપી સામે રમાયેલી આ મેચની પહેલી ઈનિંગમાં કોહલીએ 14 રન અને બીજી ઈનિંગમાં 42 રન બનાવ્યા હતા. ત્યારથી આજ સુધી, કોહલીએ કોઈ રણજી મેચ રમી નથી.
દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) ના સેક્રેટરી અશોક શર્માને નથી લાગતું કે કોહલી કે પંત તેમના માટે રમશે. તે કહે છે કે “વિરાટ અને રિષભ બંનેના નામ સંભવિત લિસ્ટમાં છે. રણજી ટ્રોફી કેમ્પ ચાલી રહ્યો છે. બીસીસીઆઈએ એમ પણ કહ્યું છે કે ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવો જોઈએ. મને લાગે છે કે વિરાટ અને રિષભે ઓછામાં ઓછી એક મેચ રમવી જોઈએ, પણ મને નથી લાગતું કે તેઓ એવું કરશે.
દિલ્હીની સંભવિત ટીમ
વિરાટ કોહલી, રિષભ પંત, હર્ષિત રાણા, આયુષ બદોની, સનત સાંગવાન, ગગન વત્સ, યશ ધુલ, અનુજ રાવત (વિકેટકીપર), જોન્ટી સિદ્ધુ, સિદ્ધાંત શર્મા, હિંમત સિંહ, નવદીપ સૈની, પ્રણવ રાજવંશી (વિકેટકીપર), સુમિત માથુર, મની ગ્રેવાલ , શિવમ શર્મા, મયંક ગુસૈન, વૈભવ કાંડપાલ, હિમાંશુ ચૌહાણ, હર્ષ ત્યાગી, શિવાંક વશિષ્ઠ, પ્રિન્સ યાદવ, આયુષ સિંહ, અખિલ ચૌધરી, રિતિક શૌકીન, લક્ષ્ય થરેજા (વિકેટકીપર), આયુષ દોસેજા, અર્પિત રાણા, વિકાસ સોલંકી, સમર્થ સેઠ, રૌનક વાઘેલા, અનિરુદ્ધ ચૌધરી, રાહુલ ગેહલોત, ભગવાન સિંહ, મયંક રાવત, તેજસ્વી દહિયા (વિકેટકીપર), પાર્તિક, રાહુલ ડાગર, આર્યન રાણા, સલિલ મલ્હોત્રા, જીતેશ સિંહ.


