બેલારુસની તથા મેલબોર્ન પાર્કમાં બે વખત ચેમ્પિયન બની ચૂકેલી આર્યના સબાલેન્કો ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. તેણે ક્લારા ટાઉસનને હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જાપાનની નાઓમી ઓસાકાને પેટની સમસ્યાના કારણે કોર્ટને છોડવાની ફરજ પડી હતી.
સબાલેન્કોએ પોતાનો મુકાબલો 7-6, 6-4થી જીત્યો હતો. આ સાથે તેણે સતત આઠમો તથા મેલબોર્ન પાર્ક ખાતે સતત 17મો વિજય હાંસલ કર્યો છે. દસ દિવસ પહેલાં તે બ્રિસબેન ઓપનમાં ચેમ્પિયન બની હતી. બેલિન્ડા બેનકિચ સામેના મુકાબલામાં 7-6 (7-3)ના સ્કોરે ઓસાકાને પેટમાં દુખાવો થતાં તેણે મુકાબલો પડતો મૂક્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં એનેસ્તેશિયા પાવલ્યૂચેન્કોએ લૌરા સિગમુન્ડેને 6-1, 6-2થી, 11મી ક્રમાંકિત પાઉલા બડોસાએ માર્તો કોસ્તિયૂકને 6-4, 4-6, 6-3થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. 18મી ક્રમાંકિત ડોના વેકિચે 12મી ક્રમાંકિત ડાયેના સ્નાઇડેરને 7-6, 6-3, 7-5થી તથા 14મી ક્રમાંકિત મીરા આન્દ્રિવાએ મગ્દાલેના ફ્રેચને 6-2, 1-6,6-2થી પરાજય આપ્યો હતો. અમેરિકાની ત્રીજી ક્રમાંકિત કોકો ગોફે કેનેડાના લૈલા ફર્નાન્ડેઝને 6-4, 6-2થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.


