ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે આજે (18 જાન્યુઆરી) મુંબઈમાં બીસીસીઆઈ મુખ્યાલયમાં ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમોની જાહેરાત કરી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા કેપ્ટન રહેશે, શુભમન ગિલને વાઈસ-કેપ્ટન પદ સોંપવામાં આવ્યું છે. મોહમ્મદ શમી પાછો ફર્યો છે. જ્યારે મોહમ્મદ સિરાજને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, જે ખૂબ જ આઘાતજનક હતું. અર્શદીપ સિંહની ODI ટીમમાં વાપસી થઈ છે. આ સિવાય યશસ્વી જયસ્વાલને પહેલીવાર ODI ટીમમાં તક આપવામાં આવી છે. જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પર નજર કરીએ તો, 3 ઓપનર, 2 વિકેટકીપર, 4 ઓલરાઉન્ડર, 1 નિષ્ણાત સ્પિનર અને 3 પેસ બોલરને તક મળી છે.
મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું કે કરુણ નાયર પર ચર્ચા થઈ રહી છે, જેમણે ઘરેલુ ક્રિકેટમાં રન બનાવ્યા છે, પરંતુ હાલમાં ટીમમાં તેના માટે કોઈ સ્થાન નથી. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી ‘હાઈબ્રિડ મોડેલ’ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ કરાચીમાં યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાનું આ છે કોમ્બિનેશન
ઓપનર્સ (3): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ
બેટ્સમેન (2): વિરાટ કોહલી, શ્રેયસ ઐયર
વિકેટકીપર્સ (2): કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર)
ઓલરાઉન્ડર (4): હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર
સ્પિનર્સ (1): કુલદીપ યાદવ
પેસર્સ (3): જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ
ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 15 મેચ રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-A માં છે. તેમની સાથેની અન્ય બે ટીમો ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે. બધી 8 ટીમો પોતપોતાના ગ્રુપમાં 3-3 મેચ રમશે. આ પછી દરેક ગ્રુપની ટોપની 2 ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે. પહેલી સેમિફાઈનલ દુબઈમાં રમાશે, જ્યારે બીજી લાહોરમાં. આ પછી ફાઈનલ મેચ રમાશે. આ પરિસ્થિતિમાં, જો કોઈ ટીમ ફાઈનલમાં પહોંચે છે, ત્યારબાદ તેનું સ્થળ નક્કી થશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની આ બધી 15 મેચ 4 સ્થળોએ રમાશે. પાકિસ્તાનમાં 3 સ્થળો હશે. જ્યારે એક સ્થળ દુબઈ હશે. ભારતીય ટીમ તેની બધી મેચ ફક્ત દુબઈમાં જ રમશે. જો ભારતીય ટીમ ક્વોલિફાય થાય છે, તો ફાઈનલ પણ દુબઈમાં યોજાશે. નહિં તો ટાઈટલ મેચ 9 માર્ચે લાહોરમાં રમાશે. સેમિફાઈનલ મેચ અને ફાઈનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. પ્રથમ સેમિફાઈનલ દુબઈમાં યોજાશે. જ્યારે બીજી સેમિફાઈનલ લાહોરમાં રમાશે. પાકિસ્તાનના 3 સ્થળોએ એક સેમિફાઈનલ સહિત 10 મેચ રમાશે. આ ત્રણ સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ
ગ્રુપ A- પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ બી – દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફીનો સંપૂર્ણ કાર્યક્રમ
19 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, કરાચી
20 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ
21 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કરાચી
22 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, લાહોર
23 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ
24 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી
26 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લાહોર
27 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર
1 માર્ચ – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કરાચી
2 માર્ચ – ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ
4 માર્ચ – સેમિફાઈનલ 1, દુબઈ
5 માર્ચ – સેમિફાઈનલ 2, લાહોર
9 માર્ચ – ફાઈનલ, લાહોર (જો ભારત ફાઇનલમાં પહોંચે તો દુબઈમાં રમાશે)
10 માર્ચ – રિઝર્વ ડે


