ડોનાલ્ડ ટ્રમ્પે આજે બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં વિશ્વભરમાંથી અનેક નેતાઓ હાજરી આપવા માટે પહોંચ્યા, આ સિવાય દેશ-વિદેશના અનેક ઉદ્યોગકારોએ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી છે. જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે આજે એટલે કે 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બાઈબલ પર હાથ રાખીને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ત્યારબાદ ટ્રમ્પને રાષ્ટ્રને સંબોધન કર્યું અને અમેરિકાને ફરી એક વખત ગ્રેટ બનાવવાનો વાયદો પણ કર્યો છે.
શપથગ્રહણ કાર્યક્રમમાં કોણ કોણ રહ્યું હાજર
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા અબજોપતિઓ અને મોટા મોટા વૈશ્વિક નેતાઓએ હાજરી આપી છે. ઘણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓએ પણ ભાગ લીધો છે. આમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ.નો પણ સમાવેશ થાય છે. બુશ અને લૌરા બુશ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ હાજરી આપી છે. આ સાથે TikTokના CEOએ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી છે તો ટેસ્લાના સીઈઓ અને ટ્રમ્પના નજીકના સાથી એલોન મસ્ક, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પણ હાજરી આપી છે. આ સાથએ જ વિદાય લઈ રહેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને નવા ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ હાજરી આપી છે. જો કે ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી અને મિશેલ ઓબામાએ આ કાર્યક્રમમાં હાજરી આપી નહતી.
<a href="
==” target=”_blank”>
==
શપથગ્રહણ પહેલા જ ટ્રમ્પે કરી હતી મોટી જાહેરાત
તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે શપથગ્રહણ સમારોહ પહેલા જ પોતાનું વલણ બતાવ્યું હતું અને તેમણે જાહેરાત કરી છે કે જો બાઈડેનના બધા સ્ટુપિડ ઓર્ડર 24 કલાકની અંદર રદ કરવામાં આવશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ શપથ લેતાની સાથે જ 100 મહત્વપૂર્ણ ફાઈલ પર હસ્તાક્ષર કરશે. બીજી તરફ ટ્રમ્પે તેમની ટીમને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન કોલ માટે તૈયારી કરવા કહ્યું છે.


