અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એકવાર આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે. ફરી વખત જંગલમાં આગ લાગી છે. 8000 એકર વિસ્તાર બળી રહ્યો છે, 31 હજારથી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. કાસ્ટેઇક લેકની આસપાસ રહેતાં લોકોને એલર્ટ પણ કરાયા છે. શુષ્ક પવનોનો કારણે આગ વધુ પ્રસરી હતી. થોડા દિવસ પહેલાં પણ લોસ એન્જિલસમાં આગ લાગી હતી. ભયંકર આગમાં 2 લાખ લોકો ઘર છોડવા મજબૂર બન્યા હતા. તે આગમાં 27 લોકોનાં મોત થયા હતા. હજુ વધુ મોટો વિસ્તાર આગની ઝપેટમાં આવી શકે છે.
લોસ એન્જલસમાં ભડકતી આ આગ કાસ્ટેઇક લેક નજીકના વિસ્તારમાં લાગી છે. આ વિસ્તાર લોસ એન્જલસના ઉત્તરપશ્ચિમમાં સ્થિત છે. આગ 8 હજાર એકર એટલે કે 3,200 હેક્ટર વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ ગઈ છે
સલામત સ્થળોએ આશરો
અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એકવાર આગ ફાટી નીકળી છે, જેના કારણે હજારો લોકોને પોતાના ઘર છોડીને સલામત સ્થળોએ આશરો લેવો પડ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં આગની બે મોટી ઘટનાઓ બની છે.
3,200 હેક્ટર વિસ્તાર ઝપેટમાં
લોસ એન્જલસમાં ભડકતી આ આગ કાસ્ટેઇક લેક નજીકના જંગલ વિસ્તારમાં લાગી છે. આ વિસ્તાર લોસ એન્જલસના ઉત્તરપશ્ચિમમાં સ્થિત છે. આગ 8 હજાર એકર એટલે કે 3,200 હેક્ટર વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ ગઈ છે.
મોટા વિસ્તારને ઘેરી શકે
એવું કહેવામાં આવી રહ્યું છે કે લોસ એન્જલસ વિસ્તારમાં સાન્ટા એનાના પવનો ખૂબ જ ઝડપથી ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગ લાગી છે. આના કારણે, ધુમાડાનું એક મોટું વાદળ ઉછળી રહ્યું છે અને એવી આશંકા છે કે આ આગ વધુ મોટા વિસ્તારને ઘેરી શકે છે.
તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા અપીલ
આગ લાગ્યા પછી પોતાનો સામાન પેક કરી રહેલા એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘હું ફક્ત પ્રાર્થના કરી રહ્યો છું કે આપણું ઘર બળી ન જાય. આ પહેલા પણ લોસ એન્જલસમાં લાગેલી ભીષણ આગને કારણે હજારો લોકોના ઘરો નાશ પામ્યા હતા. એટલું જ નહીં, 2 લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી હતી જ્યારે 27 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા..


