રાજકોટના ૯ ઉદ્યોગપતિઓ પાસે ૧૦૦૦ કરોડથી વધુની મિલકત
સૌથી વધુ ધનવાન વ્યકિતમાં રૂ.૬૬૫3 કરોડની સંપતિ સાથે જયોતિ CNCના પરાક્રમસિંહ જાડેજા ટોચ પર : વન 360 દ્વારા કરોડપતિઓનું લીસ્ટ જાહેર કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં કરોડપતિઓની સંખ્યા સતત વધી રહી છે. તાજેતરમાં One 360 દેશના ટોપ વેલ્થ ક્રિએટર્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતના અનેક ઉદ્યોગપતિઓ સામેલ છે. લિસ્ટમાં રાજકોટમાં 9 વ્યક્તિઓ એવા છે, જેની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુ છે. જ્યારે ચાર લોકો એવા છે જેની સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી ઓછી છે.
રાજકોટમાં અનેક ધનવાનો રહે છે. પરંતુ ONE 360 ના વેલ્થ રિપોર્ટમાં 9 લોકો એવા છે, જેની સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુની છે. જ્યારે ચાર લોકોની સંપત્તિ 400 કરોડથી વધુ પરંતુ 1000 હજાર કરોડથી ઓછી છે.
રાજકોટના સૌથી ધનવાન વ્યક્તિની વાત કરવામાં આવે તો જ્યોતિ CNG ના માલિક પરાક્રમસિંહ ધનશ્યામસિંહ જાડેજા છે. તેમની કુલ સંપત્તિ 6653 કરોડ રૂપિયા છે. જ્યારે બીજા સ્થાને વિનિત બેડિયા છે, જેની કુલ સંપત્તિ 2842 કરોડ રૂપિયા છે. મનસુખ સાવલિયા 2427 કરોડની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને ઉદયકુમાર અરૂણકુમાર પારેખ છે, જેમી કુલ સંપત્તિ 2388 કરોડ રૂપિયા છે. જ્યારે અનિલકુમાર વિરાણી 2372 કરોડની સંપત્તિ સાથે લિસ્ટમાં પાંચમાં સ્થાને છે.
ONE 360 વેલ્થ રિપોર્ટમાં ઈમર્જિંગ વેલ્થ ક્રિએટર્સના પણ નામ સામેલ છે. રાજકોટમાં ચાર એવા લોકો છે, જેમની સંપત્તિ 425 કરોડથી વધુ પરંતુ 1000 કરોડ રૂપિયાથી ઓછી છે. આવા લોકોને ઈમર્જિંગ વેલ્થ ક્રિએટર્સના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં ઓનિક્સ રિન્યુએબલના કુરજીભાઈ રૂપારેલિયા સામેલ છે, જેમની સંપત્તિ 750 કરોડ રૂપિયા છે. આ સિવાય ગોપાલ સ્નેક્સના દક્ષાબેન હડવાણી છે, જેમની સંપત્તિ 569 કરોડ રૂપિયા છે.
રાજકોટના સૌથી ધનવાન વ્યક્તિઓ
| ક્રમ | નામ | કંપનીનું નામ | નેટવર્થ (₹ કરોડ) | નેટવર્થ ($ મિલિયન) | શહેર | ક્ષેત્ર / ઈન્ડસ્ટ્રી |
| 1 | પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ જાડેજા | જ્યોતિ સીએનસી ઓટોમેશન | ₹6,653 Cr | $712 Mn | રાજકોટ | મશીનરી અને એન્જિનિયરિંગ |
| 2 | વિનીત બેડિયા | સિલ્વર પમ્પ્સ એન્ડ મોટર્સ | ₹2,842 Cr | $304 Mn | રાજકોટ | મશીનરી અને એન્જિનિયરિંગ |
| 3 | મનસુખ સાવલિયા | ઓનિક્સ રિન્યુએબલ | ₹2,427 Cr | $260 Mn | રાજકોટ | પાવર પ્રોડ્યુસર્સ અને એનર્જી ટ્રેડર્સ |
| 4 | ઉદયકુમાર અરુણકુમાર પારેખ | ઓમ્નિટેક એન્જિનિયરિંગ | ₹2,388 Cr | $255 Mn | રાજકોટ | મશીનરી અને એન્જિનિયરિંગ |
| 5 | અનિલકુમાર ભીખાભાઈ વિરાણી | જ્યોતિ સીએનસી ઓટોમેશન | ₹2,372 Cr | $254 Mn | રાજકોટ | મશીનરી અને એન્જિનિયરિંગ |
| 6 | વાયરલ દીપકભાઈ રાણપુરા | ઓનિક્સ રિન્યુએબલ | ₹2,089 Cr | $223 Mn | રાજકોટ | પાવર પ્રોડ્યુસર્સ અને એનર્જી ટ્રેડર્સ |
| 7 | બિપિનભાઈ વિઠ્ઠલભાઈ હડવાણી | ગોપાલ સ્નેક્સ | ₹1,918 Cr | $205 Mn | રાજકોટ | ફૂડ પ્રોડક્ટ્સ અને એફએમસીજી |
| 8 | ધરમશીભાઈ મોહનભાઈ બેડિયા | સિલ્વર પમ્પ્સ એન્ડ મોટર્સ | ₹1,561 Cr | $167 Mn | રાજકોટ | મશીનરી અને એન્જિનિયરિંગ |
| 9 | દિવ્યેશ સાવલિયા | ઓનિક્સ રિન્યુએબલ | ₹1,323 Cr | $142 Mn | રાજકોટ | પાવર પ્રોડ્યુસર્સ અને એનર્જી ટ્રેડર્સ |
રાજકોટના ઈમર્જિંગ વેલ્થ ક્રિએટર
કુરજીભાઈ રૂપારેલિયા- 750 કરોડ
દક્ષાબેન હદવાણી- 569 કરોડ
ચિરાગ મનસુખભાઈ પટેલ- 556 કરોડ
સહદેવસિંહ જાડેજા- 483 કરોડ


