હાલમાં ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અત્યાર સુધી કોઈ પુષ્ટિ થઈ નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે ઘણા મહિનાઓથી અણબનાવ ચાલી રહ્યો છે. એવા પણ દાવા થયા છે કે આ કપલ ઘણા મહિનાઓથી અલગ રહે છે.
વ્યવસાયે ડાન્સર અને કોરિયોગ્રાફર ધનશ્રીની સોશિયલ મીડિયા પોસ્ટ્સ ચહલથી તેના અલગ થવાની ચર્ચાઓને વેગ આપી રહી છે. યુઝવેન્દ્ર ચહલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી સ્ટોરીને કારણે ચર્ચામાં આવ્યા છે.
યુઝવેન્દ્ર ચહલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી સ્ટોરી
યુઝવેન્દ્ર ચહલે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેને એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ તસવીરમાં ચહલનો ચહેરો જોવા મળી રહ્યો છે, પરંતુ તસવીરમાં એક નાનો ફોટો પણ દેખાય છે જેને એડિટિંગ દ્વારા બ્લર કરવામાં આવ્યો છે. ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે, આ વીડિયો કોલના સ્ક્રીનશોટથી ફરી એક નવી ચર્ચાને જન્મ મળ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સવાલો પૂછવા લાગ્યા છે કે ચહલ કોની સાથે વાત કરી રહ્યો છે?
થોડા દિવસો પહેલા જ યુઝવેન્દ્ર ચહલની એક છોકરી સાથેની તસવીરો વાયરલ થઈ હતી. કેટલાક લોકોએ આ છોકરીને ઓળખી કાઢી અને કહ્યું કે તે બીજું કોઈ નહીં પણ આરજે મહવાશ છે. ત્યારબાદ આરજે મહવાશ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી, પરંતુ તેણે પોતે આ અંગે સ્પષ્ટતા કરી અને કહ્યું કે ચહલ સાથેના તેના સંબંધો અંગેના તમામ સમાચાર પાયાવિહોણા છે.
IPL 2025 માં પંજાબ તરફથી રમશે ચહલ
યુઝવેન્દ્ર ચહલને IPL 2025 મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો. મેગા ઓક્શન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા ચહલને રિલીઝ કરવામાં આવ્યો હતો. મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તમને જણાવી દઈએ કે ચહલ IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તેને અત્યાર સુધીમાં 205 વિકેટ લીધી છે.


