અમેરિકાની સત્તા પર બીજી વખત બીરાજમાન થયેલા ડોનાલ્ડ ટ્રંપ અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હવે જાન પર ખતરાની વાતે ચર્ચાનું વંટોળ ઉભુ કર્યુ છે. TikTok પર ડૉનાલ્ડ ટ્રંપને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. રાષ્ટ્રપતિની સુરક્ષામાં સઘન વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 2024માં ટ્રંપ પર ચૂંટણી પ્રસાર પ્રસાર દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી ડગલસ થ્રેમ્સ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આરોપી ડગલસ થ્રેમ્સ પાસે હમણા કોઇ વકીલ નથી.
TikTok પર જાનથી મારી નાખવાની ધમકી
એફબીઆઈના જણાવ્યા મુજબ, 23 વર્ષીય ડગલસ થ્રેમ્સ કથિત રીતે સરકાર પર હુમલો કરશે આ લખાણને પુરાવો બનાવી તેની ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઈએ વધુમાં જણાવ્યુ હતુ કે, એક ટીકટોક વિડિયોમાં ડગલ થ્રેમ્સે કહ્યું હતુ કે, કેનાલ્ડ ટ્રંપને મારવું જોઈએ અને આ વખતે કોઇ ભૂલ ન કરવી જોઈએ.
ટીકટોક પર લાગ્યો પ્રતિબંધ ?
વિડિયો શેરિંગ પ્લેટફોર્મ ટીકટોક 19 જાન્યુઆરીથી અમેરિકામાં બેન કરવામાં આવ્યુ છે. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સત્તા પર આવતા જ આ પ્રતિબંધ 75 દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. ટીકટોક વિડિયો શેરિંગ પ્લેટફોર્મ પર યુવાઓ પોતાના રમૂજી વીડિયો શેર કરતા હોય છે. આ પ્લેટફોર્મ યુવાઓમાં વધુ પ્રચલિત છે. પરંતુ જ્યારે રમૂજી માધ્યમ કોઇના જીવન માટે ખતરો બને છે ત્યારે તેના પર કાર્યવાહી કરવી ખૂબ જરુરી બની જાય છે.
ટ્રંપની સુરક્ષામાં કરાયો વધારો
ડોનાલ્ડ ટ્રંપ પર ગયા વર્ષે પેન્સિલવેનિયામાં હુમલો થયો હતો. આ હુમલામાં તેઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જે બાદ તેમની લોખંડી સુરક્ષામાં કરવમાં આવી હતી. રાષ્ટ્રપતિ માટે દાવેદારી કરતા વ્યક્તિ પર અને અમેરિકા જેવા મજબૂત લોકતંત્રમાં આવા હુમલાઓ કરવામાં આવે તો તેની સુરક્ષા એંજસીઓ પર મોટા પ્રશ્રાર્થ ચિહ્નો ઊભા થતા હોય છે.
અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળ્યા બાદ ડૉનાલ્ડ ટ્રંપ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો રોજ ચર્ચાનો વિષય બને છે. બંધારણના કાયદામાં ફેરફાર કરવાથી લઇને નવા નિયમો અમલમાં લાવવા સુધીમાં તેઓ કોઇ કચાશ રાખતા નથી. આ વખતનુ તેમનુ વલણ જનતા માટે કેવુ સાબિત થશે તે સમય જ બતાવશે.


