ભારતીય મહિલા ટીમની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. વર્ષ 2024 માં, તેણે ODIમાં ઘણા રન બનાવ્યા. ICC એ તેણે વર્ષની મહિલા ODI ક્રિકેટરનો એવોર્ડ આપ્યો છે. સ્મૃતિ મંધાનાએ 2024માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ઘણા રેકોર્ડ બનાવ્યા.
સ્મૃતિ મંધાનાને તેના ઉત્તમ પ્રદર્શનનું પરિણામ મળ્યું અને તેને બેસ્ટ મહિલા ODI ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવી.
પ્રદર્શન કેવું રહ્યું?
ભારતની વાઈસ-કેપ્ટન મંધાનાએ 2024માં 13 ઈનિંગ્સમાં 747 રન બનાવ્યા હતા, જે એક કેલેન્ડર વર્ષમાં તેનું બેસ્ટ પ્રદર્શન છે. આ ડાબોડી બેટ્સમેન 2024 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. આ દોડમાં તેણે દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ (697 રન), ઈંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટ (554 રન) અને વેસ્ટ ઈન્ડીઝની હેલી મેથ્યુઝ (469 રન) ને પાછળ છોડી દીધા.
સ્મૃતિ મંધાનાએ 4 સદી ફટકારી
2024માં, સ્મૃતિ મંધાનાએ વનડેમાં ચાર સદી ફટકારીને મહિલા ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો. આ સાથે તેણે બોલને 100 કરતાં વધુ વખત બાઉન્ડ્રીની પાર મોકલ્યો. સ્મૃતિ મંધાનાએ 2024 માં 95 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. 28 વર્ષીય બેટ્સમેને 57.86ની પ્રભાવશાળી એવરેજ અને 95.15 ના પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
નવા વર્ષની શરૂઆત સદીથી કરી
તેણે વધુ સારી બોલિંગ યુનિટ ધરાવતી ટીમો સામે ઘણી મોટી ઈનિંગ્સ પણ રમી. તેણે જૂન 2024 માં દક્ષિણ આફ્રિકા સામે સતત બે સદી ફટકારી. ભારતે આ સિરીઝ 3-0થી જીતી હતી. ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડ સામેની સિરીઝના નિર્ણાયક મેચમાં પણ તેને સદી ફટકારી હતી. ડિસેમ્બરમાં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે સ્મૃતિ મંધાનાએ પણ સદી ફટકારી હતી પરંતુ તેની શાનદાર ઈનિંગ્સ છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેણે 2025 ની શરૂઆત પણ શાનદાર સ્ટાઈલમાં કરી છે. સ્મૃતિ સ્મૃતિ મંધાનાએ 2025 માં ત્રણ ODI ઈનિંગ્સમાં 41, 73 અને 135 રન બનાવ્યા હતા.


