By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Rajkot T20: કેપ્ટન યાદવ કરી શકે મોટો બદલાવ, આ ખેલાડીઓની બાદબાકી નક્કી!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Rajkot T20: કેપ્ટન યાદવ કરી શકે મોટો બદલાવ, આ ખેલાડીઓની બાદબાકી નક્કી!

Last updated: 2025/01/28 at 10:57 AM
1 year ago
Share
Rajkot T20: કેપ્ટન યાદવ કરી શકે મોટો બદલાવ, આ ખેલાડીઓની બાદબાકી નક્કી!
SHARE

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી20 શ્રેણીની ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રમાવાની છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારે આ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ કોલકાતા ટી20 સાત વિકેટથી જીતી હતી. ત્યારબાદ તેણે ચેન્નાઈ ટી20માં ઈંગ્લિશ ટીમને 2 વિકેટથી હરાવ્યું હતું. હવે સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ આ મેચ જીતીને પાંચ મેચની T20 શ્રેણીમાં અજેય લીડ મેળવવા માંગશે.

ભારતની પ્લેઇંગ-11માં ફેરફારો થશે!
રાજકોટ ટી20માં ભારતીય ટીમના પ્લેઇંગ-11 પર પણ બધાની નજર રહેશે. આ મેચ માટે ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. ઓલરાઉન્ડર શિવમ દુબે અને રમનદીપ સિંહ ભારતીય ટીમમાં જોડાયા છે. ત્યારે આવી સ્થિતિમાં બંને આ મેચમાં રમતા જોઈ શકાય છે. નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને શિવમનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. નીતીશ સાઈડ સ્ટ્રેનને કારણે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. જ્યારે રમનદીપને રિંકુ સિંહની ઈજાના કારણે ટીમમાં સ્થાન મળ્યું છે. રિંકુ પણ કમરના નીચેના ભાગમાં દુખાવો થવાને કારણે ત્રીજી T20 મેચ માટે ઉપલબ્ધ નથી. 
જો શિવમ દુબે અને રમનદીપ સિંહ બંનેને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવે છે, તો ધ્રુવ જુરેલ તેમજ લેગ-સ્પિનર ​​રવિ બિશ્નોઈને આ મેચમાંથી બહાર રાખવા પડી શકે છે. બિશ્નોઈ આ શ્રેણીમાં અત્યાર સુધી એક પણ વિકેટ લઈ શક્યો નથી. જ્યારે, જુરેલ ચેન્નાઈ ટી20 માં તકનો લાભ લઈ શક્યો નહીં અને માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો. ઇંગ્લેન્ડે 27 જાન્યુઆરીએ જ રાજકોટ ટી20 માટે પોતાની પ્લેઇંગ-11 ટીમની જાહેરાત કરી હતી.
સૂર્યા અને સેમસન પાસેથી આ છે અપેક્ષા
આ મેચમાં બધાની નજર ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર રહેશે. જે આ શ્રેણીમાં કંઈ ખાસ કરી શક્યા નથી. સૂર્યા ઉપરાં સંજુ સેમસન પાસેથી પણ મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે, જેની શોર્ટ બોલ પર નબળાઈ છતી થઈ છે. જ્યાં સુધી ઈંગ્લેન્ડનો સવાલ છે, તેને T20 શ્રેણી જીવંત રાખવા માટે આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. અત્યાર સુધી ઇંગ્લેન્ડ તરફથી બેટિંગમાં ફક્ત કેપ્ટન જોસ બટલર જ સારું પ્રદર્શન કરી શક્યા છે. બોલિંગમાં આર્ચરે વિકેટ લીધી છે. જોકે છેલ્લી મેચમાં તે ઘણો મોંઘો સાબિત થયો હતો. આદિલ રશીદે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે.
ત્રીજી ટી20 માં ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
 સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રમનદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.

ત્રીજી ટી20 માં ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન:
બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.
ભારતીય ટીમે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઈંગ્લેન્ડ પર પ્રભુત્વ મેળવ્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 26 ટી20 મેચ રમાઈ છે. આમાં, ભારતીય ટીમે 15 મેચ જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડ 11 મેચમાં સફળ રહ્યું હતું. આ રીતે, જ્યારે પણ બંને ટીમો સામસામે આવે છે, ત્યારે ભારતીય ટીમ હંમેશા ઉપરી દેખાતી હોય છે.

ભારત-ઇંગ્લેન્ડ h2h (T20I)
કુલ મેચ – 26
ભારત જીત્યું – 15
ઇંગ્લેન્ડ જીત્યું -11

ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ
  • પહેલી ટી20આઈ – 22 જાન્યુઆરી – કોલકાતા, ભારત 7 વિકેટથી જીત્યું
  • બીજી ટી20આઈ – 25 જાન્યુઆરી – ચેન્નાઈ, ભારત 2 વિકેટથી જીત્યું
  • ત્રીજો ટી20I – 28 જાન્યુઆરી – રાજકોટ
  • ચોથી ટી20 – 31 જાન્યુઆરી – પુણે
  • પાંચમી ટી20આઈ – 2 ફેબ્રુઆરી – મુંબઈ
  • પહેલી વનડે – 6ફેબ્રુઆરી – નાગપુર
  • બીજી વનડે – 9 ફેબ્રુઆરી – કટક
  • ત્રીજી વનડે – 12 ફેબ્રુઆરી – અમદાવાદ

ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રમનદીપ સિંહ.

ટી20 શ્રેણી માટે ઇંગ્લેન્ડની ટીમ:
જોસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ , માર્ક વુડ.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
રાજકોટ

રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન

Editor By Editor 5 days ago
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
વડાપ્રધાન આવતિકાલે ગુજરાત, કરોડોના કામોનું લોકાર્પણ
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?