F-35 ફાઇટર જેટ સેંકંડોમાં જ ક્રેશ થયુ હતુ. જે બાદ અમેરિકા એરફોર્સ બેસ પર જ આગ લાગી હતી. આ દુર્ઘટના એઇલસન એયર ફોર્સ બેસમાં રન પર થઇ હતી. વિમાન જમીન પર પટકાતા તેમાં મોટો ધડાકો થયો હતો. પરંતુ સારી વાત એ હતી કે સમય અને સંજોગોને જોતા પાયલટ પેરાશૂટની મદદથી નીચે કુદ્યો હતો. અલાસ્કામાં મોટી દુર્ઘટના થતા ચારેય તરફ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
અઇલસન એરફોર્સ બેઝ રન પર દુર્ઘટના
ફાઇટર જેટ ક્રેશ થવાની દુર્ઘટના અઇલસન એરફોર્સ બેઝ રન પર થઇ છે. અઇલસનના પ્રવક્તા સ્ટાફ સાર્જેંટ કિમ્બર્લી ટૌચેટે પ્રેસ કૉંફ્રેસમાં જણાવ્યુ હતુ કે, દુર્ઘટના સ્થાનીય સમયાનુસાર બપોરે 12 કલાક 49 મિનિટે થઇ હતી. જ્યારે F-35 તેના ઉતરાણની તૈયારી કરી રહ્યું હતું. ત્યારે ફાઇટર વિંગના કમાન્ડર કર્નલ પોલ ટાઉનસેન્ડે જણાવ્યું હતું કે પાઇલટે સુરક્ષિત રીતે બહાર નીકળતા પહેલા ખામીને કારણે ઇનફ્લાઇટ ઇમરજન્સી એક્ઝિટ સક્રિય કર્યું હતું. ઇમરજન્સી ટીમ પાઇલટને ચેકઅપ માટે બેસેટ આર્મી હોસ્પિટલમાં લઈ ગઈ છે.
અકસ્માતનો વીડિયો વાયરલ
અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક ઝડપથી ફરતું જેટ આકાશમાંથી નીચે આવી રહ્યું છે અને નીચે આવ્યા પછી વિસ્ફોટ થયો હતો. અને તેમાં આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો જોયા દરેક વ્યક્તિ પાયલટના આબાદ બચાવને વાખાણી રહ્યુ છે.
ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકશે ?
કર્નલ ટાઉનસેન્ડે જનતાને ખાતરી આપી હતી કે અકસ્માતનું કારણ નક્કી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું જોખમ ઘટાડવા માટે તપાસ હાથ ધરવામાં આવશે. અહેવાલો અનુસાર, અકસ્માત તપાસ બોર્ડ અને સલામતી તપાસ ટીમ બંને ઘટનાનું મૂલ્યાંકન કરી રહ્યા છે.


