ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝની ચોથી મેચ 31 જાન્યુઆરીએ પૂણેમાં રમાશે. ત્રીજી મેચમાં ભારતને ઈંગ્લેન્ડ સામે 26 રનથી હારનો સામનો કરવો પડ્યો. અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં ભારતે બે મેચ જીતી છે.
જ્યારે ઈંગ્લેન્ડે એક મેચ જીતી છે. ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે. એવું માનવામાં આવે છે કે ચોથી મેચમાં ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.
ઓપનિંગ પાર્ટનરશિપમાં થશે ફેરફાર?
સંજુ સેમસન સિવાય ભારત માટે ઓપનિંગ જોડી તરીકે અભિષેક શર્માને તક આપવામાં આવી શકે છે. પરંતુ છેલ્લી બે મેચમાં બંને બેટ્સમેનોનો જાદુ જોવા મળ્યો ન હતો. પરંતુ ભારતીય ટીમ પાસે સેમસન અને અભિષેક સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ પરિસ્થિતિમાં ભારતીય ટીમ અભિષેક અને સંજુને ઓપનિંગ બેટ્સમેન તરીકે તક આપી શકે છે.
મિડલ ઓર્ડરમાં થઈ શકે છે મોટો ફેરફાર
ત્રીજા નંબર પર તિલક વર્મા અને ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવ જવાબદારી સંભાળી શકે છે. તિલક અત્યાર સુધી સિરીઝમાં શાનદાર ફોર્મમાં છે, જ્યારે સૂર્યાના બેટથી રન નીકળ્યા નથી. હાર્દિક પંડ્યા સિવાય રિંકુ સિંહ અને અક્ષર પટેલ નીચલા મધ્યમ ક્રમમાં જવાબદારી સંભાળી શકે છે. ધ્રુવ જુરેલને પડતો મૂકવામાં આવી શકે છે. કારણ કે આ બેટ્સમેને રમાયેલી 2 મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. તેને છેલ્લી 2 મેચમાં 2 અને 4 રન બનાવ્યા છે.
અર્શદીપ સિંહને મળી શકે છે તક
સ્પિન બોલર તરીકે વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને તક મળી શકે છે. આ સિવાય રવિ બિશ્નોઈને પડતો મૂકવામાં આવી શકે છે. ત્રીજી મેચમાં બિશ્નોઈ ઘણો મોંઘો સાબિત થયો. તેને 4 ઓવરમાં 46 રન ખર્ચ્યા. ત્રીજા મેચમાં આરામ આપવામાં આવેલા બિશ્નોઈની જગ્યાએ અર્શદીપ સિંહને તક મળી શકે છે. આ સિવાય મોહમ્મદ શમી ઝડપી બોલિંગ વિભાગની જવાબદારી સંભાળી શકે છે.
ચોથી મેચ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.


