By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેવતાઓના શિલ્પકાર તથા સર્જનના દેવ : શ્રી વિશ્વકર્મા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

દેવતાઓના શિલ્પકાર તથા સર્જનના દેવ : શ્રી વિશ્વકર્મા

Last updated: 2025/01/30 at 12:23 PM
2 years ago
Share
દેવતાઓના શિલ્પકાર તથા સર્જનના દેવ : શ્રી વિશ્વકર્મા
SHARE

ભગવાન શ્રી વિશ્વકર્માનું સ્વરૂપ અતિ મનોહર છે. તેમનું સ્વરૂપ વિદ્વત વૃદ્ધ બ્રહ્મસ્વરૂપ તરીકે ઓળખાય છે કે જેઓ સુંદર સિંહાસન પર બિરાજમાન છે. લલાટ પર બ્રહ્મતેજ છે. જેમના હાથમાં ચક્ર, સુદર્શન, કમંડલ, શિલ્પશાસ્ત્ર, શંખ, ધનુષ્ય બાણ, કમળ શોભે છે. તેમનું વાહન ગજ તેમજ હંસ છે. મસ્તક પર સુવર્ણ મકુટ શોભે છે. તેમણે પીળું પીતાંબર ધારણ કર્યું છે. તેમજ ગળામાં સુવર્ણ માળા શોભાયમાન છે. શ્રી વિશ્વકર્મા પ્રભુ ધર્મપીઠ પર બિરાજમાન છે.

ધર્મશાસ્ત્રોના કથન અનુસાર દેવતાઓના તથા સમસ્ત માનવ સમુદાયના શિલ્પકાર શ્રી વિશ્વકર્મા છે. હિન્દુ ધર્મમાં શ્રી વિશ્વકર્મા નિર્માણ તેમજ સર્જનના દેવ મનાય છે. વિશ્વકર્મા પુરાણ અંતર્ગત વિશ્વકર્મા ભગવાન બ્રહ્માજીના પુત્ર ધર્મના સાતમા પુત્ર છે. શ્રી વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના જનક છે. શ્રી વિશ્વકર્મા જયંતીએ તેમનું પૂજન, વાસ્તુ પૂજન, યંત્ર પૂજન તેમજ દરેક પ્રકારના શિલ્પકાર, શ્રમિક જીવો કે જેઓ શસ્ત્રનો પ્રયોગ કરીને મકાન, દુકાન, ઓફિસનું નિર્માણકાર્ય કરતા હોય તેવી વ્યક્તિઓ શ્રદ્ધા સહિત પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ થતાં શસ્ત્ર, મશીન, એન્જિનની પૂજા કરવી જોઈએ. શ્રી વિશ્વકર્મા લોહ, કાષ્ઠ, તામ્ર, પાષાણ, સોનું વગેરેના પ્રધાન દેવ હોવાના કારણે આ સંબંધી વ્યવસાય કરનારી વ્યક્તિઓ વિશ્વકર્મા જયંતીના દિવસે પોતાના વ્યવસાયની વૃદ્ધિ માટે આ ઉપકરણોની શ્રદ્ધા સહિત પૂજા કરવી જોઈએ.

આ રીતે કરો પૂજન

શ્રી વિશ્વકર્મા જયંતીના દિવસે પ્રાતઃકાળે સ્નાન કર્યા બાદ બાજોઠ પર પીળા કપડાનું સ્થાપન પાથરી ત્યારબાદ લાલ રંગના કંકુથી તેના પર સ્વસ્તિક બનાવવો. તેના પર શ્રી ગણેશ, શ્રી વિશ્વકર્માની મૂર્તિ અથવા યંત્ર તેમજ શ્રી વિષ્ણુની છબી પધરાવવી. આજુબાજુ પાંચ ઋતુફળ, પાંચ સૂકા મેવા પધરાવવા. સ્થાપન પાસે ગાયના ઘીનો દીવો. અગરબત્તી તેમજ ધૂપ કરવો. ત્યારબાદ પંચોપચારે પૂજન કરવું. વિશ્વકર્મા ભગવાનની મૂર્તિને પંચામૃત અને ત્યારબાદ ગુલાબજળથી સ્નાન કરાવી સ્વચ્છ પવિત્ર કરીને જનોઈ, વસ્ત્ર અર્પણ કરવાં. શ્રી વિશ્વકર્મા ભગવાનના પૂજનમાં ફળ, સોપારી, ધૂપ, દીપ, નાડાછડી, દહીં, મિઠાઈ વગેરેનો સમાવેશ થાય છે. શાસ્ત્રોના કથન અનુસાર તેમને ગુલાબનું પુષ્પ અતિ પ્રિય હોવાથી ગુલાબનાં પુષ્પોની માળા અને પુષ્પ જરૂરથી અર્પણ કરવાં. ત્યારબાદ નૈવેધમાં બુંદીના લાડવા કે માવાની મીઠાઈ ધરાવવી. ધન, સંપત્તિ અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ॥ઓમ શ્રી વિશ્વકર્મણ્યેય નમ:॥ મંત્રની 11, 21, 51 અથવા 108 માળા કરવી. ત્યારબાદ આરતી કરીને ભગવાનની આગળ પોતાનો મનોરથ કરી દંડવત્ પ્રમાણ કરવા. પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરેલા આ પૂજન દ્વારા મનુષ્યની મનોકામના પ્રભુ અવશ્ય સિદ્ધ કરે છે.

વિશ્વકર્મા ભગવાને માનવસમુદાયને પોતાની શિલ્પકળા દ્વારા અર્થોપાર્જન માટેનું શ્રેષ્ઠ વરદાન આપેલું છે. શ્રી વિશ્વકર્માજીને `દેવતાઓના શિલ્પકાર’ `સકલ કળાના સ્વામી’ હસ્તકળાના વહીવટકર્તા, દેવતાઓનાં ભવનો, સભાખંડો, રત્નો, રથો અને વિવિધ શસ્ત્રોના સર્જનકર્તા, કળિયુગમાં માનવોના શ્રેષ્ઠ આર્કિટેક્ચર અને એન્જિનિયરીંગના દેવ, વિશ્વના પ્રથમ સ્થાપત્યકાર તરીકે ઓળખવામાં આવે છે. શ્રી વિશ્વકર્માએ બ્રહ્માંડની તેમજ ભૂમિ પર વસવાટ કરનારા માનવોને પોતાની કળા દ્વારા અર્થોપાર્જન કરવામાં સરળતા મળી રહે તેમજ આર્થિક નિયંત્રણ જળવાઈ રહે તે માટે શિલ્પકળા, રત્નકળા, શસ્ત્રકળા જેવી અનેકાનેક કળાઓ માનવસમુદાયને પ્રદાન કરી.ધર્મશાસ્ત્રના મત અનુસાર રાજા પૃથુની પ્રાર્થનાથી ભગવાન શ્રી વિશ્વકર્મા મહા સુદ તેરસના દિવસે સ્વર્ગમાં વૃદ્ધ સ્વરૂપે હાથમાં ગજ (ફૂટપટ્ટી) સૂત્ર, જળપાત્ર અને પુસ્તક (શિલ્પશાસ્ત્ર) ધારણ કરીને હંસ ઉપર સવાર કરી પૃથ્વી પર અવતાર ધારણ કર્યો હતો. રાજા પૃથુ સમક્ષ પ્રભુ મહા સુદ તેરસે પ્રગટ થવાના કારણે પણ આ દિવસ `શ્રી વિશ્વકર્મા જયંતી’ના નામે પ્રસિદ્ધ થયો. ધર્મશાસ્ત્રોના મત અનુસાર ભગવાન શ્રી વિશ્વકર્માએ પોતાની હાથની હથેળીનું મંથન કરી પાંચ પુત્રો- મનુ, મય, ત્વષ્ટા, દેવજ્ઞ અને શિલ્પી ઉત્પન્ન થયા. જેઓ સકળ કળામાં નિપુણ હતા. ભગવાન વિશઅવકર્માના દત્તક પુત્ર તરીકે વાસ્તુદેવ ગણવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માને પુત્રીઓ તરીકે રિદ્ધિ, સિદ્ધિ, રન્નાદે (રાંદલ), ચિત્રાંગદા વગેરે પુરાણોમાં વર્ણન આપેલું છે. ભગવાન વિશ્વકર્મા દાદાના મંદિરમાં ચાર પ્રદક્ષિણા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. ભગવાન વિશ્વકર્મા મનુષ્યના ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ કરાવે છે. પાંડવોના નિવાસસ્થાન `ઈન્દ્રપ્રસ્થ’નું નિર્માણ પણ ભગવાન શ્રી વિશ્વકર્માએ જ કર્યું હતું. શિવપુરાણ અંતર્ગત સત્તર મુખી રુદ્રાક્ષ એ સાક્ષાત વિશ્વકર્મા દાદાનું પ્રતીક ગણવામાં આવે છે. પંચાંગના મત અનુસાર ચિત્રા (ત્વષ્ટા) નક્ષત્રના સ્વામી પ્રભુ વિશ્વકર્મા છે. ભગવાન શ્રી વિશ્વકર્માના યજ્ઞમાં બલવર્ધનમ્ નામના અગ્નિનનું આવાહન કર્યા બાદ ભગવાન શ્રી વિશ્વકર્માના મંત્ર દ્વારા આહુતિ અર્પણ કરવાથી ભગવાન વિશ્વકર્માની સહજ કૃપા પ્રાપ્ત થાય છે. આ યજ્ઞ વિશેષ કરીને શ્રી વિશ્વકર્મા જયંતીએ કરવામાં આવે તો ભગવાનની કૃપાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દિવ્યાંગો માટે જયપુર ફૂટ કેમ્પ યોજાયો
રાજકોટ

સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દિવ્યાંગો માટે જયપુર ફૂટ કેમ્પ યોજાયો

Editor By Editor 3 hours ago
માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી
 કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ.૧૯૨નો ઘટાડો, ઘરેલુ બાટલામાં કિંમત યથાવત જ રહી
ફરસાણની દુકાનમાંથી પશુ આહાર લખેલ પેકેટ મળ્યા, ત્રણ પેઢી સીલ
જૂનાગઢમાં વિદ્યાર્થીઓને ફિશીપ વગર અને પરીક્ષા વગર પાસ કરવાનું કારસ્તાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?