કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ.૧૯૨નો ઘટાડો, ઘરેલુ બાટલામાં કિંમત યથાવત જ રહી
ગુજરાત સહિત વિવિધ રાજયોમાં ૧૯ કિલોના સિલિન્ડરના ભાવમાં તફાવત
અગ્ર ગુજરાત, રાજકોટ
ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓએ દેશની જનતાને મોટી રાહત આપી છે. દેશની સરકારી ઓઈલ કંપનીઓએ સતત બીજા મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 1 ઓગસ્ટના રોજ સવારે 6 વાગે ઓઈલ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 192 રૂપિયાનો ઘટાડો કર્યો. જો કે 14.2 કિલોવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ઓઈલ કંપનીઓએ દેશના અન્ય શહેરો કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ, પટણા અને લખનઉ તથા ગુજરાતના શહેરોમાં પણ બાટલાના ભાવમાં ઘટાડો થયો છે. કોલકાતા અને મુંબઈ તથા ચેન્નાઈમાં સિલિન્ડરના ભાવમાં ઘટાડા બાદ અલગ અલગ ભાવ જોવા મળ્યા છે. કંપનીઓ તરફથી ઉઠાવવામાં આવેલા આ પગલાં બાદ હોટલ, રેસ્ટોરા, ઢાબા, કેટરિંગ અને નાના વેપારીઓને રાહત મળશે. જેની અસર સામાન્ય માણસ ઉપર પણ જોવા મળશે. બજારમાં ફૂડના ભાવ ઘટાડો જોવા મળી શકે છે. તાજેતરમાં જ્યારે સિલિન્ડરના ભાવમાં 3000 રૂપિયા પાર જતો રહ્યો હતો ત્યારે બજારમાં ખાણી પીણીની ચીજોમાં પણ ભારે ગ્રોથ જોવા મળ્યો હતો.
આ અગાઉ પણ 1 જુલાઈના રોજ 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઓઈલ કંપનીઓએ 183.50 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. જુલાઈ અને હવે ઓગસ્ટમાં થયેલા આ કાપ બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડર 375 રૂપિયા સસ્તો થઈ ગયો. જુલાઈમાં ભાવ ઘટીને દિલ્હીમાં સિલિન્ડર 2930 રૂપિયાનો થયો હતો. હવે 192 રૂપિયાના કાપ બાદ દિલ્હીમાં તે 2738 રૂપિયાનો મળશે. પટણામાં તે ભાવ 3227 રૂપિયાથી ઘટીને 3018 રૂપિયા થયો છે. એ જ રીતે લખનઉમાં પણ હવે તે 3052.5 રૂપિયાથી ઘટીને 2860.50 રૂપિયા થઈ ગયો છે.
મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને ઈરાન પર પ્રતિબંધોના પગલે માર્ચ અને એપ્રિલમાં ભારત સહિત અનેક દેશોએ એલપીજીની અછતનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ અને સપ્લાય અંગે કેટલાક ફેરફાર જાહેર કર્યા હતા. ભાવમાં તેજીની સ્થિતિ એ રહી કે જાન્યુઆરી 2026માં 1691.50 રૂપિયામાં મળતો 19 કિલોવાળો સિલિન્ડર જૂનના મહિનામાં બમણા ભાવ 3113.50 રૂપિયામાં મળતો હતો. જો કે ગત મહિને કિંમત 174 થી 183.50 રૂપિયા સુધી ઘટ્યો અને ઘટીને 2930 રૂપિયા રહી ગયો.
સરકાર તરફથી કોમર્શિયલ સિલિન્ડર પર લગાવવામાં આવેલા પ્રતિબંધો તો પહેલેથી જ હટાવી લીધા છે. પ્રતિબંધો હટ્યા બાદ કોમર્શિયલ એલપીજીની હોટલ, રેસ્ટોરા, અને લગ્ન પ્રસંગોમાં હવે સરળતાથી ઉપલબ્ધ પણ થાય છે.


