ગ્રીનલેંડ ખરીદવાની વાત કોઇ મજાક નથી…. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ વાત અંગે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યુ છે કે અમેરિકા ગ્રીનલેંડને પોતાની પાસે રાખવા માંગે છે. આ મુદ્દે તેઓેએ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપની ઇચ્છા પણ દર્શાવી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, ટ્રંપની ગ્રીનલેંડ પર કબ્જો મેળવવાની અને પનામા નહેરને પુન:નિયંત્રિત કરવાની મંશાને યોગ્ય ઠેરવી છે.
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિઓની સ્પષ્ટતા
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ગ્રીનલેંડ પર કબ્જાવાળી વાતને ફરી જનતા સમક્ષ મુકી છે. રુબિયોએ વધુમાં કહ્યુ હતુ કે, આ આર્કટિક અને લેટિન અમેરિકામાં ચીની ગતિવિધિઓની વધી રહેલી હલચલને રોકવા માટે ઉત્તમ પગલું છે. માર્કોએ સાથે જ જણાવ્યુ હતુ કે, આ સપ્તાહના અંતમાં પનામાથી શરુ થનાર મધ્ય અમેરિકાની યાત્રામાં ટ્રંપ પોતાના કાર્યકાળમાં ડેનમાર્ક પાસેથી ગ્રીનલેંડ ખરીદી શકશે કે નહીં. પરંતુ ટ્રંપ દ્વારા આપવામાં આવતા નિવેદનો પનામા નહેર અને ગ્રીનલેંડ મુદ્દે સૌ કોઇનું ધ્યાન ખેંચશે.
પનામાની પ્રથમ સત્તાવાર યાત્રા
માર્કો રુબિયો અમેરિકાના રાજનેતાના તરીકે પ્રથમ પાનામાની યાત્રા કરશે. આ યાત્રા દરમિયાન જાણી શકાશે ટ્રંપ પનામા નહેરની સુરક્ષાને કેટલુ મહત્વ આપે છે. પનામા નેહરના બંને કિનારાને સુરક્ષિત કરવું ખૂબ ઉપયોગ છે. આ યાત્રા દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોને માદક પદાર્થોની તસ્કરીનું નિવારણ લાવવા માટે મદદ મળે તેવી સંભાવના છે.
શું છે ટ્રંપની મનશા ?
ડૉનાલ્ડ ટ્રંપે અગાઉ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકા માટે ગ્રીનલેંડ ખૂબ મહત્વનુ છે. તેથી જ તેઓ ગ્રીનલેંડ પર નિયંત્રણ મેળવવા માગે છે. પરંતુ આ તરફ, જનતાને પ્રશ્નોએ છે કે, કેમ ટ્રંપ ગ્રીનલેંડ પર પોતાનુ વર્ચસ્વ સ્થાપવા માગે છે. ગ્રીનલેંડનુ જે લોકેશન છે તેમાં આ તમામ બાબતોનો સમાવેશ થઇ શકે છે. આ ઉત્તરી અમેરિકા મહાદ્રીપનો એક ભાગ છે. અને તે યૂરોપ સાથે પણ જોડાયેલો છે. ટ્રંપ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને ગ્રીનલેંડ પર નિયંત્રણ મેળવવા માગે છે. પરંતુ હકીકત એ છે કે ટ્રંપ આ જમીન પર પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવા ઇચ્છે છે. મહત્વપૂર્ણ છે કે, ગ્રીનલેંડ 1953 સુધી ડેનમાર્ક માટે ઉપનિવેશ હતુ. અને વર્તમાન સમયમાં પણ ડેનમાર્કનુ જ નિયંત્રણ છે. પરંતુ અહીં સેમી-ઓટોનોમસ સરકાર છે. ગ્રીનલેંડની સરકાર અહીં તમામ મામલે નિર્ણય લેતી હોય છે. તો રક્ષા અને વિદેશી મામલાઓ મુદ્દે નિર્ણય લેવાનો હક ડેનમાર્ક સરકારનો છે.


