મહિલા પ્રીમિયર લીગ 2025 14 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ હતી. લીગની ત્રીજી સીઝનની બીજી મેચ આજે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ મહિલા ટીમ દિલ્હી કેપિટલ્સ મહિલા ટીમનો સામનો કરશે. બંને ટીમો જીત સાથે સિઝનની શરૂઆત કરવાનો પ્રયાસ કરી રહી છે.


