મુંબઈ ઈન્ડિયન્સ 23 માર્ચથી તેમના આઈપીએલ 2025ના અભિયાનની શરુઆત કરશે. મુંબઈનો પહેલો મુકાબલો ચૈન્નઈ સુપર કિંગ્સની સાથે થશે. તો મુંબઈની બધી મેચોનું સંપૂર્ણ સમયપત્રક અહી જુઓ.આઈપીએલ 2025નું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યુ છે. 22 માર્ચે પહેલી મેચ રમવામાં આવશે. પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો સામનો કોલકાતા નાઈટ રાઈર્ડસ સામે થશે.
આ વખતે આઈપીએલમાં 74 મેચ રમાશે. આઈપીએલની ફાઈનલ મેચ 10 વર્ષ પછી કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમવામાં આવશે. ત્યાં જ 5 વખતની આઈપીએલ ચેમ્પિયન રહી ચુકેલી મુંબઈ ઇન્ડિયન્સ 23 માર્ચે સીઝન 18માં તેમના અભિયાનની શરુઆત કરશે.
મુંબઈ ઇન્ડિયન્સ મેચોનુ સંપૂર્ણ સમયપત્રક
| તારીખ | મેચ | શહેર |
| 23 માર્ચ | મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ | ચેન્નાઈ |
| 29 માર્ચ | મુંબઈ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ | અમદાવાદ |
| 31 માર્ચ | મુંબઈ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ | મુંબઈ |
| 4 એપ્રિલ | મુંબઈ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ | લખનૌ |
|
7 એપ્રિલ |
મુંબઈ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | મુંબઈ |
| 13 એપ્રિલ | મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ | દિલ્હી |
| 17 એપ્રિલ | મુંબઈ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ | મુંબઈ |
| 20 એપ્રિલ | મુંબઈ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ | મુંબઈ |
| 23 એપ્રિલ | મુંબઈ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ | હૈદરાબાદ |
| 27 એપ્રિલ | મુંબઈ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ | મુંબઈ |
| 1 મે | મુંબઈ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ | જયપુર |
| 6 મે | મુંબઈ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ | મુંબઈ |
| 11 મે | મુંબઈ વિરુદ્ધ પંજાબ કિંગ્સ | ધર્મશાલા |
| 15 મે | મુંબઈ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ | મુંબઈ |
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ચેન્નઈ સુપર કિંગ્સની સામેની પહેલી મેચમાં રમી શકશે નહીં, હકીકતમાં, ગયા સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ત્રણ વખત ઓવર રેટ માટે દોષિત સાબિત થઈ હતી, છેલ્લી લીગ મેચમાં હાર્દિક પંડ્યા પર 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેમના પર આઈપીએલની પહેલી મેચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેને લઈ તે પહેલી મેચ રમી શકશે નહીં.
આ ટીમો 2-2વાર ટકરાશે
આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ સામે CSK સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી ટીમો તરફથી પડકારનો સામનો કરવો પડશે. મુંબઈ ઈન્ડિયન્સ 2 વાર ઘણી ટીમોનો સામનો કરશે, જેમાં ચૈન્નઈ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયટન્સની ટીમોનો સમાવેશ થાય છે.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન) રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રાયન રિકેલ્ટન, વિલ જેક્સ, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, નમન ધીર, રોબિન મિજ, કર્ણ શર્મા, દીપક ચહર, મિશેલ સેન્ટનર, મુજીબ ઉર રહેમાન, અશ્વિની કુમાર, રીસ ટોપલી, કૃષ્ણન શ્રીજીત, રાજ અંગદ બાવા, સત્યનારાયણ રાજુ, બેવોન જેકબ્સ, અર્જુન તેંડુલકર, લિઝાદ વિલિયમ્સ, વિગ્નેશ પુથુર


