જયાનંદ ધામ નવગ્રહ જિનાલય ખાતે ૧૫ ઓગસ્ટે સ્નાત્ર પૂજાનું આયોજન
પૂ. આચાર્ય શ્રીમદ જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી યોજાશે પૂજન: દોશી પરિવાર લેશે લાભ
અગ્ર ગુજરાત, રાજકોટ
પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી જયશેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરણાથી અને શ્રી જયધર્મ કલ્યાણ નિધિ ટ્રસ્ટ સંચાલિત શ્રી જયાનંદ ધામ નવગ્રહ જિનાલય ખાતે આગામી તા. ૧૫ ઓગસ્ટ, શનિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે સ્નાત્ર પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પૂજાના લાભાર્થી પરિવાર તરીકે શ્રી કેવલચંદ શામજી દોશી તથા શ્રી નરેન્દ્રભાઈ દોશી સેવા આપશે. સ્નાત્ર પૂજાની સંપૂર્ણ વિધિ જયાનંદ ધામ પૂજા મંડળના બહેનો દ્વારા શાસ્ત્રોક્ત રીતે કરાવવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતાં જયાનંદ ધામ રાજકોટના શ્રી કપિલભાઈ જસાણી, શ્રી વિશાલભાઈ શાહ અને શ્રી દિલેશભાઈ શાહે તમામ ધર્મપ્રેમી જનતાને પૂજનનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.


