વોર્ડ નં.૮ બિમારીનું ઘર, ૬૬૯ ઘરમાં મચ્છરના ઝુંડ
મચ્છરના લારવા મળતા ૧૨૮ આસામીઓને નોટીસ, ૫૭ વ્યકિતના લોહીના નમૂના લેવાયા : ૨૦,૦૧૦ ઘરમાં ચકાસણી
અગ્ર ગુજરાત, રાજકોટ
ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૪/૦૮/૨૦૨૬ થી શરૂ કરવામાં આવેલ “વન-ડે-વન-વોર્ડ” કાર્યક્રમ અંતર્ગત તા.૦૬/૦૮/૨૦૨૬ ના રોજ વોર્ડ નં. ૮ વાહક નિયંત્રણની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
આગામી દિવસોમાં બાકી રહેતાં વોર્ડમાં આ ઝુંબેશ હાથ ઘરવામાં આવનાર છે. જેમાં દરરોજ એક-એક વોર્ડમાં આરોગ્ય વિભાગના અધિકારી / કર્મચારીઓ, ફિલ્ડવર્કર, MPHW, અર્બન ASHA ઘરે-ઘરે જઈને વાહક નિયંત્રણની જુદી – જુદી પ્રવૃતીઓ કરાવવામાં આવી રહી છે.
જેમાં વોર્ડ નં.૪ માં ૨૦,૦૧૦ ઘરની મુલાકાત લઇ ૮૬,૩૩૬ પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી ૬૬૯ ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. ૧૬૩ બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્છર ઉત્પતિ સબબ ૧૨૮ આસામીઓને નોટીસ આ૫વામાં આવેલ છે. ફિવર સર્વે દરમ્યાન ૫૭ વ્યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ.
આ ઝુંબેશ દરમ્યાન લગત વોર્ડમાં વોર્ડ નં. ૮ના કોર્પોરેટર કિરણબેન મહેશભાઇ માકડીયા, કોર્પોરેટર રીટાબેન મનજીભાઇ સખીયા, કોર્પોરેટર પ્રવિણભાઇ ભીખુભાઇ સેગલીયા અને સ્થાનિક આગેવાનો ૫ણ ઉ૫સ્થિત રહેલ હતા તથા ‘’વન – ડે – થ્રી – વોર્ડ’’ ઝુંબેશ ને સફળ બનાવવા લોકોને મચ્છર ઉત્પતિ અટકાયતી ઝુંબેશમાં સહકાર આ૫વા અપીલ કરવામાં આવેલ છે.
વાહકજન્ય રોગોથી બચવા જનભાગીદારી એક મહત્વોનું ૫રિબળ છે. મચ્છેરથી થતા રોગો અને મચ્છ ર ઉત્૫તિ અટકાવવા પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્તુ ઢાંકીને રાખીએ તથા જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્ય રીતે સાફ કરી સુકવ્યા બાદ તેને ફરીથી ઉ૫યોગમાં લઇએ. વરસાદ ૫હેલા અગાસી / ફળીયામાં રહેલ ભંગાર દુર કરીએ. ૫ક્ષીકુંજ અને ૫શુને પીવાની કુંડી નિયમીત સાફ કરીએ. ખુલ્લાત રહેતા મોટા પાણી ભરેલ પાત્રોમાં પોરાભક્ષક માછલી મૂકવા અપીલ કરવામાં આવી છે.


