અમેરિકાના ફ્લોરિડામાં એક વ્યક્તિએ ફાયરિંગ કર્યા બાદ જાણ થઇ કે તેણે ખોટા શખ્સને ગોળી મારી છે. આ વ્યક્તિએ ઇઝરાયેલી પ્રવાસીઓ પર ફિલિસ્તાની સમજીને ગોળીબાર કર્યો હતો. આ ઘટના અમેરિકામાં વધી રહેલા ધાર્મિક અને નસ્લીય હુમલા પર પ્રકાશ પાડે છે. આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. જે આગામી દિવસોમાં ચિંતાનું કારણ બનશે. માત્રમાં મનમાં રોષ રાખીને ફાયરિંગ કરીને નિર્દોષ વ્યક્તિઓના જીવ લીધા હતા.
નિર્દોષ વ્યક્તિઓ પર ફાયરિંગ
મિયામી બીચ પોલીસના જણાવ્યા મુજબ 27 વર્ષના માર્ડેચાઇ બ્રાફમેન નામના વ્યક્તિની આ ઘટના મામલે ધરપકડ કરાઇ છે. તેના પર હત્યાના પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો છે. બ્રાફમેને કહ્યુ હતુ કે તેણે આ તમામ લોકો પર ફિલિસ્તાની સમજીને ગોળીબાર કર્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યુ હતુ કે, બ્રાફમેન ટ્રક લઇને જતો હતો. ત્યારે જ રસ્તા પર તેની નજર બે વ્યક્તિઓ પર પડી હતી. તેણે વિના કારણે બંને વ્યક્તિઓ પર ગોળીબાર કર્યો હતો. એકને ખભા પર તો બીજાને હાથ પર ગોળી વાગી હતી.
આ ઘટના અમેરિકામાં વધી રહેલા ધાર્મિક અને નસ્લીય હુમલા પર પ્રકાશ પાડે છે. આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. જે આગામી દિવસોમાં ચિંતાનું કારણ બનશે. ગાઝા યુદ્ધ દરમિયાન અમેરિકામાં ફિલિસ્તાની, મુસ્લમાન અને યહુદી વિરોધી હિંસાઓમાં વધારો થયો છે. ટેક્સાસમાં, એક પેલેસ્ટિનિયન-અમેરિકન બાળકને ડૂબીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે ઇલિનોઇસમાં, છ વર્ષના પેલેસ્ટિનિયન-અમેરિકન બાળકને છરીના ઘા મારીને મારી નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત મિશિગન, મેરીલેન્ડ અને શિકાગોમાં પણ યહૂદી સમુદાય પર હુમલા થઈ રહ્યા છે.


