By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Abu Dhabi : BAPS હિન્દુ મંદિરમાં એક વર્ષમાં 22 લાખ દર્શનાર્થીઓ ઉમટ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Abu Dhabi : BAPS હિન્દુ મંદિરમાં એક વર્ષમાં 22 લાખ દર્શનાર્થીઓ ઉમટ્યા

AgraGujarat Rajkot
Last updated: 2025/02/19 at 10:09 AM
1 year ago
Share
Abu Dhabi : BAPS હિન્દુ મંદિરમાં એક વર્ષમાં 22 લાખ દર્શનાર્થીઓ ઉમટ્યા
SHARE

અબુધાબીમાં બી.એ.પી.એસ સંસ્થા દ્વારા અભૂતપૂર્વ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નરૂપ હિન્દુ મંદિર બનાવ્યાને એક વર્ષ પૂર્ણ થયું. એક વર્ષની અંદર 22 લાખ જેટલા દર્શનાર્થીઓએ મંદિરની મુલાકાત લીધી. મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મંદિરના લોકાર્પણના એક વર્ષ પૂર્ણ
ગત વર્ષે 14 ફેબ્રુઆરી, 2024, વસંત પંચમીના શુભ દિને અબુધાબીના ભવ્ય અને અદ્વિતીય મંદિરનો ઐતિહાસિક લોકાર્પણ સમારંભ યોજાયો હતો. માનવીય ઇતિહાસના એક સ્વર્ણિમ અધ્યાય સમા આ મંદિરના લોકાર્પણના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે, તા. 16 ફેબ્રુઆરી, 2025ના રોજ બી.એ.પી.એસ. હિન્દુ મંદિર, અબુધાબી ખાતે વિશિષ્ટ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં મંદિરના લોકાર્પણના એક વર્ષની સાથે સાથે યુ. એ. ઈ. ના ‘યર ઓફ કોમ્યુનિટી’ ની ભવ્ય ઉજવણી યુ.એ.ઈ. સરકારના નેતાગણ, સ્થાનિક અગ્રણીઓ અને ભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
વિશેષ મહેમાનોની હાજરી
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમના પેટ્રન તરીકે યુ.એ.ઈ. ના સહિષ્ણુતા મંત્રી (મિનિસ્ટર ઓફ ટોલરન્સ) મહામહિમ શેખ નહયાન મબારક અલ નહયાન પોર્ટુગલથી ખાસ આ કાર્યક્રમ માટે પધાર્યા હતા. તેઓની સાથે પ્રેસિડેન્શિયલ કોર્ટના વિશેષ બાબતોના સલાહકાર એવા મહામહિમ શેખ મોહમ્મદ બિન હમદ બિન તહનૂન અલ નહયાન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત 450 કરતાં વધુ મહાનુભાવો, રાજદૂતો, સરકારી અધિકારીઓ, ધાર્મિક અગ્રણીઓ, 300 કરતાં વધુ સ્થાનિક અગ્રણીઓ સાથે કુલ 2000 ભક્તો, મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આજના દિવસે 11,000 જેટલાં દર્શનાર્થીઓ મંદિરની મુલાકાતે આવ્યા હતા.
‘મંદિર: ધ હાર્ટ ઓફ કોમ્યુનિટી’ થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં યુ.એ.ઈ.માં ભારતના રાજદૂત સંજય સુધીર, કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ મહામહિમ ડૉ. મુગીર ખામિસ અલ ખાઈલી, અબુધાબી પોલીસના કમાન્ડર-ઇન-ચીફ મહામહિમ જનરલ અહેમદ સૈફ બિન ઝૈતૂન અલ મુહૈરી વગેરે અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મંદિરની ઉપલબ્ધિઓની ઝાંખી કરાવતો વીડિયો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુ.એ.ઈ.ના સહિષ્ણુતા મંત્રી મહામહિમ શેખ નહયાન મબારક અલ નહયાને એકતા, સંવાદિતા, શાંતિ અને સેવાના ઉદાહરણરૂપ આ મંદિર વિષે તેઓના સંબોધનમાં કહ્યું, “આ સુંદર મંદિર સ્થાનિક સમુદાયમાં એકતા પ્રેરવાનું કાર્ય કરી રહ્યું છે.”
આ સમગ્ર કાર્યક્રમની મંદિરના સર્વતોમુખી પ્રભાવને ઉજાગર કરતા અલગ-અલગ છ તબક્કામાં પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં મહાનુભાવો દ્વારા મંદિર વિષે સ્વાનુભવો રજૂ થયા હતા.
ભારત અને યુ.એ.ઈ. વચ્ચેની મિત્રતાનું સ્વરૂપ
પહેલો તબક્કો: ગ્લોબલ કોમ્યુનિટી – ભારતના યુ.એ.ઈ. ખાતેના રાજદૂત સંજય સુધીરે જણાવ્યું, “ભારત અને યુ.એ.ઈ. વચ્ચેની મિત્રતાનું સૌથી સબળ, અનુભવી શકાય તેવું કોઈ સ્વરૂપ હોય તો તે આ મંદિર છે.”
બીજો તબક્કો: ઇન્ટરફેઇથ હાર્મની – બોહરા મુસ્લિમ સમુદાયના અગ્રણી ઉદ્યોગપતિ મુફદ્દલ અલીએ જણાવ્યું કે ‘આ મંદિરમાંથી વહેતી આંતરધર્મીય સંવાદિતા અને સર્વસમાવેશક્તાની ભાવનાના અનુભવે તેઓને મંદિરમાં તે પ્રદેશની સૌથી મોટી ‘3D પ્રિન્ટેડ વોલ’ (વોલ ઓફ હાર્મની)ના દાનની પ્રેરણા આપી.
ત્રીજો તબક્કો: કોમ્યુનિટી વેલ્યુઝ – સ્થાનિક અગ્રણી ઝુબિન કાકરિયાએ પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે ‘મંદિરે તેઓના બાળકોમાં સનાતન મૂલ્યોના સિંચનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે; મંદિર બાળકોને એવું વાતાવરણ પૂરું પાડી રહ્યું છે, જે સેવાના મૂલ્યોને સીંચીને ચારિત્ર્ય નિર્માણ કરે છે.’
ચોથો તબક્કો: ઇનર સ્ટ્રેન્થ – ઉભરતા ટેનિસ ખેલાડી હર્ષ પટેલે જણાવ્યું કે ‘એક ખેલાડી તરીકે તેમની સફરમાં મંદિર સ્પષ્ટતા, એકાગ્રતા અને ખંત કેળવવા માટે પ્રેરણાનો સ્રોત બની રહ્યું છે.’
પાંચમો તબક્કો: ફેઈથ – મંદિરમાં ગેસ્ટ સર્વિસિસ વિભાગના મુખ્ય વ્યક્તિ તરીકે અને અગાઉ આંતરરાષ્ટ્રીય શાળાઓના નિરીક્ષક એવા ઉમેશ રાજાએ જણાવ્યું કે ‘ફક્ત ભક્તો માટે જ નહીં, પરંતુ હજારો મુલાકાતીઓ માટે મંદિર એવું સ્થાન છે, જે સૌની શ્રદ્ધાને પ્રજ્વલિત કરે છે, તેઓને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે.’

યુ.એ.ઈ.ના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માન્યો
અંતિમ તબક્કો: ઇનર હેપ્પીનેસ – કાર્યક્રમના સમાપનમાં પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ મંદિર નિર્માણમાં ભૂમિના દાનથી લઈને મંદિરનું ઉદાર હૃદયે સ્વાગત કરવા બદલ યુ.એ.ઈ.ના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો, સાથે-સાથે સ્વયંસેવકોનો તેમજ દાતાઓનો તેઓના નિસ્વાર્થ સમર્પણ અને ઉદારતા માટે આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે એક વર્ષમાં 22 લાખ જેટલાં મુલાકાતીઓએ મંદિરની મુલાકાત લીધી, મંદિર દ્વારા 13 લાખ મીલ્સ જેટલી નિ:શુલ્ક ભોજન સેવા થઈ, 1000 થી વધુ ધાર્મિક વિધિઓ થઈ, 20 જેટલાં લગ્નો આયોજિત થયા. તેમણે જણાવ્યું કે આ આંકડા વાસ્તવમાં મંદિરના ઊંડા પ્રભાવ અને હેતુને ઉજાગર કરે છે, તે છે – લોકોને એકબીજાની નજીક લાવવા, તેઓમાં ખુશી પ્રસરાવવી, તેઓમાં મૂલ્યોનું સંવર્ધન કરવું.
મંદિર જે-તે સ્થાન, સમુદાયનું હૃદય છે
તેમણે જણાવ્યું કે ‘મંદિર જે-તે સ્થાન, સમુદાયનું હૃદય છે, એક એવું સ્થાન, જે આત્માનું પોષણ કરે છે અને સમાજને મજબૂત કરે છે. જીવનમાં બધું પ્રાપ્ત કર્યા પછી પણ વ્યક્તિ કોઈક એવી પરિપૂર્ણતાને શોધે છે જે ખરીદી કે માપી શકાતી નથી. આ ખૂટતા તત્વને મંદિર પૂરું પાડે છે, તે છે – આંતરિક આનંદ. મૂલ્યોના સિંચન દ્વારા નિસ્વાર્થ સેવાની પ્રેરણા આપતા મંદિરનો પ્રભાવ સ્થાનાતીત છે, મંદિરનો આવો ચિરકાલીન પ્રભાવ સમગ્ર જીવનમાં પથરાઈ જાય છે, જે જીવનને સાર્થક બનાવે છે.’

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ગીર સોમનાથ

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

Editor By Editor 3 days ago
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?