આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીના મેદાનમાં રમાયેલી પ્રથમ મેચ દરમિયાન આખરે ભારતનો ફ્લેગ ફરકતો જોવા મળ્યો હતો.
કેટલાક દિવસ પહેલાં પાકિસ્તાનના સ્ટેડિયમમાં ભારતનો ફ્લેગ નહીં લગાવાતા વિવાદ સર્જાયો હતો. આઇસીસીના નિયમ હેઠળ ભારતીય ટીમ ભલે દુબઇમાં મેચો રમવાની હોય પંતુ ભારતનો ફ્લેગ કરાચીમાં પણ ફરકાવવાનો હતો પરંતુ પીસીબીએ સન્માન આપ્યું નહોતું. વિવાદ વધતા આખરે પીસીબીએ કરાચીના સ્ટેડિયમમાં ભારતનો ફ્લેગ ફરકાવ્યો હતો. પીસીબીએ હવે એવી પણ સ્પષ્ટતા કરી છે કે હવેથી આઇસીસી, ઇવેન્ટની યજમાન (પીસીબી) તથા મેચના દિવસે રમનાર બે ટીમના દેશના ફ્લેગને ફરકાવવામાં આવશે. કરાચીમાં હાલ ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોના ફ્લેગ લગાવવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર ભારત પોતાની તમામ મેચો દુબઇમાં રમાશે.


