રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને યુએઈ દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહી છે કારણ કે ભારતે પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી હતી. ભારત તેની બધી મેચ UAEમાં રમશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા જીતવાનો પ્રયાસ કરશે. બંને ટીમો આ ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવા માંગશે. આ પરિસ્થિતિમાં ખૂબ જ જબરદસ્ત અને રોમાંચક મેચ જોવા મળશે. ભારતીય ટીમે તાજેતરમાં જ ઈંગ્લેન્ડને તેના ઘરઆંગણે 3-0થી હરાવ્યું હતું.


