મારા મિત્ર પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદી અને ભારત દેશના “વોટર ટર્નઆઉટ” માટે 21 મિલિયન ડૉલર આપવામાં આવી રહ્યા છે. આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદ દરમિયાન જણાવી હતી. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, અમે ભારતમાં મતદાન માટે 21 મિલિયન ડૉલર આપી રહ્યા છે. અમે પણ મતદાન વધારવા માંગીએ છીએ. આ પત્રકાર પરિષદ દરમિયાન રાષ્ટ્રપતિએ બાંગ્લાદેશને 29 મિલિયન ડોલરની અમેરિકી મદદ વિશે પણ કહ્યુ હતુ.
આખરે શું છે USAIDનો મામલો ?
ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી ખર્ચ ઘટાડવા માટે એક નવો વિભાગ બનાવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) નામનો આ વિભાગ યુએસ સરકારના ખર્ચમાં ઘટાડો કરી રહ્યો છે. ટ્રમ્પે ટેસ્લાના માલિક એલોન મસ્કને આ વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા છે. આ સંદર્ભમાં, ટ્રમ્પે 21 મિલિયન ડોલર એટલે કે 182 કરોડ રૂપિયાની સહાય બંધ કરી દીધી છે, જે કથિત રીતે યુએસ સરકારી એજન્સી USAID દ્વારા ભારતને આપવામાં આવી રહી હતી. આ ઉપરાંત, યુએસ સરકાર બાંગ્લાદેશમાં રાજકીય સ્થિરતાને પ્રોત્સાહન આપવા અને લોકશાહી શાસન વધારવા માટે $29 મિલિયનની સહાય પૂરી પાડી રહી હતી. યુએસ વહીવટીતંત્રે હવે આ રકમ પર પ્રતિબંધ મૂક્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સતત ત્રીજા દિવસે “વોટર ટર્નઆઉટ” મામલે કથિત રૂપથી ભારતને મળેલા 21 મિલિયન ડ઼ૉલરનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતમાં આ મુદ્દે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે આરોપ-પ્રતિઆરોપ ચાલી રહ્યા છે. ટ્રમ્પનુ આ નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે 2022માં 21 મિલિયન ડોલરનું અનુદાન ભારત માટે નહીં પરંતુ બાંગ્લાદેશ માટે મંજૂર કરાયા હતા. ટ્રમ્પે કહ્યુ હતુ કે બાંગ્લાદેશને 29 મિલિયન ડૉલર રાજનૈતિક સ્થિરતા લાવવા માટે આપવામાં આવ્યા હતા. બાંગ્લાદેશને આ નાણા એવી ફર્મમાં અપાવામાં આવ્યા છે જેના વિશે કોઇ જાણતુ નથી. અને ત્યાં માત્ર 2 લોકો જ કામ કરે છે.
એલોન મસ્કનું એક્શન, ભારતનું રિએક્શન
એલોન મસ્કે ભારતને મળનાર 21 મિલિયન ડૉલરની મદદ પર રોક લગાવી છે. પંરતુ ભારતમાં આ મામલે રાજનૈતિક કલહ ઉભો થયા છે અને ચર્ચા કરવામાં આવી રહી છે કે ભૂતકાળમાં આ ધનરાશિની મદદ કોને મળી છે. આ મુદ્દાને લઇને ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. હવે ભારત સરકારે આ મામલે ચુપ્પી તોડીને જણાવ્યુ છે કે, આ મુદ્દો પરેશાન કરનાર છે. તો વિદેશ મંત્રાલયે પણ દેશના વિદેશી મામલામાં હસ્તક્ષેપ કરવા મામલે ચિંતા વ્યક્ત કરી છે.


