ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ A મેચમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન જીત મેળવી છે. વિરાટ કોહલી આજના મેન ઓફ ધ મેચ હતો, જેને ફરી એકવાર સદી ફટકારી. આ પરિસ્થિતિમાં તેની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ ખૂબ જ ખુશ થઈ છે. એક્ટ્રેસે તેના ક્રિકેટર પતિને તેની જીત અને સદી બદલ અભિનંદન આપતી પોસ્ટ કરી છે.
અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિરાટ કોહલીનો એક ફોટો શેર કર્યો છે, જેમાં ક્રિકેટર ક્રિકેટના મેદાન પર ઉભો છે. તે થમ્બ્સ અપ આપતો જોવા મળે છે. આ ફોટાની સાથે, એક્ટ્રેસે હાથ જોડીને બનાવેલ ઈમોજી અને રેડ દિલનું ઈમોજી પોસ્ટ કર્યું છે.
કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી સદી ફટકારી
ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં વિરાટ કોહલીએ પોતાની પહેલી સદી ફટકારી છે. આ પહેલા તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારી શક્યો ન હતો. તેને મેચમાં 111 બોલમાં 100 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેની બેટિંગ સામે પાકિસ્તાની બોલરો ટકી શક્યા નહીં. શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રૌફ સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગયા.
વિરાટ કોહલીએ ફટકારી 51મી સદી
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. ટોસ પાકિસ્તાને જીતીને પ્રથમ બેટિંગ કરી અને 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ પરિસ્થિતિમાં, ટીમ ઈન્ડિયાએ 45 બોલ અને 6 વિકેટથી જીત મેળવી. આ મેચમાં વિરાટ કોહલીએ અણનમ 100 રનની ઈનિંગ રમી. કોહલીએ છેલ્લે ફોર ફટકારી અને આ સાથે તેને સદી પણ ફટકારી. આ રીતે કોહલીએ પોતાના ખાતામાં 51મી સદી ઉમેરી છે.
ફિલ્મી સેલિબ્રિટીએ સ્ટેડિયમમાં લાઈવ મેચ જોઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ A મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ જોવા માટે બોલીવુડ અને દક્ષિણની ઘણી પ્રખ્યાત હસ્તીઓ પણ સ્ટેડિયમમાં હાજર રહી હતી. સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા સાથે મેચનો આનંદ માણતી જોવા મળી હતી. સાઉથ સ્ટાર ચિરંજીવી અને એક્ટ્રેસ અવનીત કૌરે પણ લાઈવ મેચનો આનંદ માણ્યો. આ સિવાય સની દેઓલ ક્રિકેટર ધોની સાથે જોવા મળ્યો હતો અને વરુણ ધવન તેની પુત્રી લારા સાથે ટીવી પર ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ જોતો જોવા મળ્યો હતો.


