By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: વોર્ડ નં.૧૮ના લોકો ૪ મહિનાથી દુષિત પાણી પીવા મજબૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

વોર્ડ નં.૧૮ના લોકો ૪ મહિનાથી દુષિત પાણી પીવા મજબૂર

Editor
Last updated: 2026/08/07 at 3:22 PM
2 months ago
Share
વોર્ડ નં.૧૮ના લોકો ૪ મહિનાથી દુષિત પાણી પીવા મજબૂર
SHARE

વોર્ડ નં.૧૮ના લોકો ૪ મહિનાથી દુષિત પાણી પીવા મજબૂર

કોઠારીયામાં ત્રણ લાખ લીટર ક્ષમતાનો ટાંકો હોવા છતાં વિતરણ વ્યવસ્થાના અભાવે ૪પ સોસાયટીમાં દુષિત પાણીનું વિતરણ : વારંવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ નહી સુધરતા સ્થાનિકો ત્રાહિમામ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટનાં વોર્ડ નંબર 18નાં અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. હરિધવા રોડ સહિતના છેવાડાના વિસ્તારોમાં છેલ્લા 3 થી 4 મહિનાથી ગંદા અને દૂષિત પાણીનું વિતરણ થતાં હજારો નાગરિકો ભારે મુશ્કેલીનો સામને કરી રહ્યા છે. કોઠારીયામાં 3 લાખ લીટર ક્ષમતાનો ટાંકો હોવા છતાં યોગ્ય વિતરણ વ્યવસ્થા નહીં હોવાને કારણે 45 જેટલી સોસાયટીઓમાં દૂષિત પાણી વિતરણ થાય છે. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં સેમ્પલ લેવા સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. આ વિસ્તારનાં કોંગ્રેસ આગેવાન નરેશ ગઢવીએ તો ત્યાં સુધી જણાવ્યું કે, જનરલ બોર્ડમાં મોટી વાતો થાય છે પણ લોકોના કામ થતા નથી.

નરેશ ગઢવીએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચોમાસું શરૂ થયું ત્યારથી જ આ સમસ્યા વિકરાળ બની છે. DI લાઇન નાખ્યા બાદ ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઇન ભેગી થઈ ગઈ હોય તેમ લાગે છે. જનરલ બોર્ડમાં અધિકારીઓ મોટા બણગા ફૂંકે છે, પરંતુ અહીં સુખરામનગરમાં 3 લાખ લીટરનો ટાંકો હોવા છતાં 45 જેટલી સોસાયટીઓ દૂષિત પાણી પીવા મજબૂર છે. કાયદેસરનો વેરો ભરવા છતાં જનતાને શુદ્ધ પાણી મળતું નથી. કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલતા કામોમાં ભારે ભ્રષ્ટાચાર છે અને અધિકારીઓ માત્ર ટેબલ પર બેસીને કાગળ પર કામ કરે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, વોર્ડ નંબર 18ના અનેક વિસ્તારો જેવા કે બાબરીયા કોલોની, વિનોદનગર, સુખરામનગર, મોરારીનગર અને અયોધ્યા સોસાયટીમાં નળ વાટે અતિશય ગંદુ, પીળું અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. જયાંથી પાણીનું વિતરણ થાય છે તે ટાંકા પાસેના વિસ્તારોમાં જ આ ગંભીર સમસ્યા સર્જાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ દૂષિત પાણી પીવાના કારણે સ્થાનિક રહીશોમાં ઝાડા-ઉલટી અને અન્ય પેટના ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે, છતાં મનપાના અધિકારીઓ કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

પેશાબ જેવુ પીળુ પાણી આવે છે : રહેવાસી

સ્થાનિક રહીશ સવિતાબેને પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લા 3 થી 4 મહિનાથી પેશાબ જેવું પીળું અને અત્યંત ગંદુ પાણી આવી રહ્યું છે. કુંડીઓ સાફ કરવા કે સમસ્યાનો ઉકેલ લાવવા માટે વારંવાર અરજીઓ કરી છે, પરંતુ મનપાના અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી અને સ્થળ પર તપાસ કરવા પણ આવતા નથી.

નળ શરૂ કરતા ગંદુ પાણી આવે છે : સ્થાનિક

સ્થાનિક રહીશ શ્વેતાબેન ડાભીના જણાવ્યા અનુસાર, નળ શરૂ થાય ત્યારે પ્રથમ 10 મિનિટ સુધી અત્યંત ગંદુ પાણી આવે છે, જેના કારણે ઘરમાં પાણી ભરવું પણ મુશ્કેલ બની ગયું છે. દૂષિત પાણી અને ગંદકીના કારણે ઘરોમાં ઝાડા-ઉલટીનો રોગચાળો ફેલાયો છે. લાઇન સાફ કરવા કે ગટરની સમસ્યા ઉકેલવા માટે રજૂઆત કરીએ તો પણ 3-3 દિવસ સુધી કોઈ ડોકાતું નથી. થોડા દિવસ પહેલા નમુના લઈ ગયા હતા. પરંતુ બાદમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?