ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં જોવા મળ્યો હતો. પંડ્યાએ પાકિસ્તાનના ઓપનર બાબર આઝમને આઉટ કરીને નવી સિદ્ધિ હાંસલ કરી હતી. પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાનું પ્રદર્શન હંમેશા શાનદાર રહે છે અને જ્યારે આઈસીસી ટૂર્નામેન્ટની વાત આવે છે ત્યારે તે સૌથી આગળ જોવા મળે છે. આ મેચમાં પણ તેણે બીજી ઓવરમાં બાબરનો શિકાર કરતા તમામ ભારતીય બોલરોથી આગળ નીકળી ગયો હતો. ચાલો તમને તેમના આ રેકોર્ડ વિશે પણ જણાવીએ.
પંડ્યાએ મોટો રેકોર્ડ બનાવ્યો હતો
હાર્દિક પંડ્યા ICC લિમિટેડ ઓવરની ટુર્નામેન્ટમાં એક ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. પાકિસ્તાન સામે તેના નામે 14 વિકેટ છે. આ પહેલા આ રેકોર્ડ ઝડપી બોલર મોહમ્મદ શમીના નામે હતો. શમીએ આઈસીસી લિમિટેડ ઓવરની ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 11 વિકેટ ઝડપી છે.હાર્દિક પંડ્યાએ આ મેચમાં બીજી વિકેટ લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરી લીધી છે. તેણે ભારત માટે 11 ટેસ્ટ મેચમાં 17 વિકેટ લીધી છે. T20 ઈન્ટરનેશનલમાં તેણે 114 મેચમાં 94 વિકેટ લીધી છે. ODI ક્રિકેટમાં તેણે 90 મેચ રમીને 89 વિકેટ લીધી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યાએ વિકેટ્સ લઈ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેણે આ મેચમાં ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. ત્યારે બાબર આઝમની વિકેટ લેતા જ હાર્દિક પંડયાના હાવભાવ અને બાબરને “અલગ” બાય બાય વાયરલ થયું હતું. જુઓ વિડિયો..!
| બોલર | વિકેટ્સ | મેચ ટીમ |
| હાર્દિક પંડયા | 14 | પાકિસ્તાન |
| મોહમ્મદ શમી | 12 | ન્યુઝીલેન્ડ |
| રવીન્દ્ર જાડેજા | 11 | વેસ્ટઈન્ડીઝ |
| જસપ્રીત બુમરાહ | 10 | અફઘાનિસ્તાન |
| જસપ્રીત બુમરાહ | 10 | બાંગ્લાદેશ |
| હરભજન સિંહ | 10 | ઈંગ્લેન્ડ |
| રવીન્દ્ર જાડેજા | 10 | દક્ષિણ આફ્રિકા |
| આશિષ નેહરા | 10 | પાકિસ્તાન |


