ભારતીય ક્રિક્રેટ ટીમ હાલ દુબઇમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્રેક્ટ્રીસ કરી રહી છે. ટીમ ઇંડિયાએ હમણા સુધી ગ્રુપ સ્ટેજમાં બે મેચ રમ્યા છે. અને બંને મેચમાં જીત હાંસલ કરી છે. હવે જ્યારે ગ્રુપ સ્ટેજના અંતિમ મેચમાં તેમનો સામનો ન્યૂઝિલેંડ સાથે થવાનો છે. બંને ટીમ વચ્ચે આ મુકાબલો 2 માર્ચ રવિવારના રોજ થશે. ત્યારે બંને ટીમના ખેલાડીઓ નેટ પ્રેક્ટીસમાં વ્યસ્ત છે. પરંતુ નેટ પ્રેક્ટીસ દરમિયાન શ્રેયાંસ અય્યરે કરેલા કામથી સૌ કોઇ તેમની પ્રશંસા કરી રહ્યુ છે.
શ્રેયસ ઐયરે દિલ જીતી લીધા
ખરેખર, શ્રેયસ ઐયરે ICC ક્રિકેટ એકેડેમીમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન નેટ બોલર જસકરણ સિંહના દિવસને ખાસ બનાવ્યો. શ્રેયસ ઐયરે તેને જૂતાની જોડી ભેટમાં આપી, જેનાથી જસકરણ સિંહ ખૂબ ખુશ થયો. તમને જણાવી દઈએ કે, જસકરણ સિંહને નેટ પ્રેક્ટિસ દરમિયાન પાકિસ્તાન અને બાંગ્લાદેશના બેટ્સમેનોને બોલિંગ કરી હતી. પરંતુ ભારતીય ટીમના નેટ સત્ર માટે તેની પસંદગી ન થતાં તે નિરાશ થયો. કારણ કે ભારતીય ટીમના પ્રેક્ટિસ માટે ઘણા ઓફ સ્પિનરો પહેલાથી જ હાજર હતા. પરંતુ શ્રેયસ ઐયરે આ ભેટથી જસકરણ સિંહની બધી નિરાશા દૂર કરી હતી.
જસકરણ સિંહ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
તમને જણાવી દઈએ કે, નેટ બોલર જસકરણ સિંહ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેણે કહ્યું કે જસકરણ સિંહ લોંગ ઓફ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે ઐય્યર તેની પાસે ગયો અને કહ્યું, ‘પાજી, તમે કેમ છો, બધું બરાબર છે.’ જસકરણ સિંહે કહ્યું, ‘શ્રેયસ ભાઈ મારી પાસે આવ્યા અને પૂછ્યું કે તમારા જૂતાની સાઈઝ શું છે.’ મેં કહ્યું દસ, પછી તેણે કહ્યું કે મારી પાસે તમારા માટે કંઈક છે અને તેણે મને આ જૂતા આપ્યા. આ મારા માટે ઘણું મહત્વ ધરાવે છે.
જસકરણ સિંહે આગળ કહ્યું, ‘હું ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICC નેટ બોલિંગ ટીમનો ભાગ છું. શ્રેયસ ઐયરે મને આ જૂતા આપ્યા ત્યારે મારા જીવનનો એક ખાસ ક્ષણ હતો. મેં આ ટુર્નામેન્ટમાં ભારત માટે ફિલ્ડિંગ કરી હતી પણ બોલિંગ કરવાની તકની રાહ જોઈ રહ્યો હતો. મેં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે બોલિંગ કરી જે ખૂબ જ સારો અનુભવ હતો.” જસકરણ સિંહે કહ્યું કે તે ઋષભ પંત સામે બોલિંગ કરવા માંગે છે. તેમણે કહ્યું, ‘ટીમ ઈન્ડિયાનો દરેક બેટ્સમેન ખાસ છે પણ મને ઋષભ પંત ગમે છે કારણ કે તે ડાબા હાથનો બેટ્સમેન છે અને તેને બોલિંગ કરવી રસપ્રદ રહેશે.’


