ટીમ ઈન્ડિયાએ એક સમયે માત્ર 30 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી. તે સમયે ઐયર એક છેડો સંભાળીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી. આ દરમિયાન હિટમેન સાથે શ્રેયસ ઐયરના શાનદાર ફોર્મનું એક ખાસ ક્નેક્શન સામે આવ્યું છે.
ન્યુઝીલેન્ડ સામે સ્ટેજ લીગની છેલ્લી મેચમાં શ્રેયસ ઐયર ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા ખેલાડી તરીકે સામે આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ એક સમયે માત્ર 30 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી. તે સમયે શ્રેયસ ઐયરે એક છેડો સંભાળીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી.
આ સમયે શ્રેયસ ઐયરની હિટમેન સાથે શાનદારના ફોર્મનું ખાસ ક્નેક્શન સામે આવ્યું છે. લાઈવ મેચ દરમિયાન સૌથી મોટો ખુલાસો થયો છે
શ્રેયસ ઐયર સાથે હિટમેન કનેક્શન
ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ માત્ર 30 રનમાં ગુમાવી દીધી. ત્યારબાદ નંબર 4 બેટ્સમેન શ્રેયસ ઐયર જવાબદારી લીધી અને અક્ષર પટેલ સાથે 98 રનની પાર્ટનરશિપ કરી. શ્રેયસ ઐયર આ ઈનિંગમાં 98 બોલ રમ્યો અને 79 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી.
આ ઈનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા. ઐયરની બેટિંગ દરમિયાન બેટ પર હિટમેન લખેલું જોવા મળ્યું. ભારતીય ક્રિકેટમાં રોહિત શર્માના નામ પર હિટમેન ટેગ છે. રોહિત અને ઐયર બંને તેમના બેટ પર CEAT કંપનીનું ટેગ લગાવે છે, તેથી આ ખાસ ઈનિંગ્સ સાથે રોહિતનું ક્નેક્શન છે.
શાનદાર ફોર્મમાં છે શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કર્યું. ત્યારથી તે કુલ 6 ODI મેચ રમ્યો છે, જેમાં ઐયરે કુલ 4 અડધી સદી ફટકારી છે. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં પણ ઐયરે 56 રનની ઈનિંગ રમી. ઐયર ભવિષ્યમાં પણ પોતાનું આ જ ફોર્મ જાળવી રાખશે તેવું લાગી રહ્યું છે. શ્રેયસ ઐયરના બેટે ન્યુઝીલેન્ડ સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું . શ્રેયસ ઐયર ODI વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે 105 રનની શાનદાર ઈનિંગ પણ રમી હતી. ઐયરને ન્યુઝીલેન્ડની ટીમ સામે રન બનાવવાનું પસંદ છે.


