ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્દિક પંડ્યાએ 28 રનની ધમાકેદાર ઈનિંગ રમી. જ્યારે તે આઉટ થયો ત્યારે ભારત જીતના ઉંબરે હતું. પોતાની ઈનિંગમાં તેને 106 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો, જેને જોઈને વિરાટ કોહલી, કોચ ગૌતમ ગંભીર સહિત આખું સ્ટેડિયમ ખુશીથી ઝૂમી ઉઠ્યું.
આ છગ્ગા પછી, તેની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા પણ ખુશીથી કૂદી પડી. તે ચેમ્પિયન્સ ટ્રોફીની દરેક મેચમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવી રહી છે અને જ્યારે હાર્દિક બેટિંગ કરે છે ત્યારે તેની ખુશી અલગ જ રીતે દેખાય છે. આનાથી વધુ પુષ્ટિ મળે છે કે બંને વચ્ચે એક ખાસ સંબંધ છે.
ભારતની ‘વિરાટ’ જીત
ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે, વિરાટ કોહલીએ 84 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. આ પછી, હાર્દિક પંડ્યાએ જવાબદારી સંભાળી અને શાનદાર ઈનિંગ્સ રમી. 24 બોલમાં રમાયેલી 28 રનની તેની ઈનિંગમાં તેને 1 ચોગ્ગો અને 3 સિક્સ ફટકારી. ભારતે આ મેચ 4 વિકેટથી જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો.
હાર્દિક પંડ્યાએ 106 મીટર છગ્ગો ફટકાર્યો
45મી ઓવરમાં ચાર ડોટ બોલ રમ્યા બાદ, હાર્દિક પંડ્યાએ પાંચમા બોલ પર 106 મીટર લાંબી સિક્સર ફટકારી. આ છગ્ગાએ બધા દેશવાસીઓને ખુશ કરી દીધા. આ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલી તેની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા પણ ખુશીથી નાચવા લાગી.
ભારત ફાઈનલમાં પહોંચ્યું
265 રનનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 11 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીત સાથે, ભારત ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ફાઈનલ પાકિસ્તાનમાં નહીં પણ 9 માર્ચે દુબઈમાં યોજાશે. આવતીકાલે એટલે કે બુધવારે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ રમાશે.


