પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા (પીજીટીઆઇ) દ્વારા કેન્સવિલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ચોથીથી સાતમી માર્ચ સુધી અમદાવાદ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ટૂર્નામેન્ટમાં કુલ એક કરોડની ઇનામી રકમ આપવામાં આવશે. ભારતના ગોલ્ફર્સ ઓમ પ્રકાશ ચૌહાણ, મનુ ગંડાસ, ઉદયન માને, શૌર્ય ભટ્ટાચાર્ય, રશીદ ખાન, સચિન બૈસોયાનો સમાવેશ થાય છે. વિદેશી ગોલ્ફર્સમાં બાંગ્લાદેશનો જુમાલ હોસેન, બદલ હોસેન, મોહમ્મદ અકબર હોસેન તથા મોહમ્મદ સોમરટ સિકદાર, શ્રાીલંકાનો એન થંગરાજા અને પ્રભાગરણ, અમેરિકાનો કોઇચિરો સાતો અને ડોમિનિક પિસિરિલો, નેપાળનો શુક્ર બહાદુર રાય તથા સુબાશ તમાંગ, ઇટાલીનો મિચેલ ઓર્તોલાની તથા ફેડેરિકો ઝુચેટ્ટીનો સમાવેશ થાય છે. ગુજરાતના ખેલાડીઓમાં સ્થાનિક પ્રોફેશનલ ગોલ્ફર વરુણ પરીખ, ધ્રુવ સુરી, અર્શપ્રીત થિંદ તથા આદિત્ય ચૌહાણ ટાઇટલ માટે સ્ટાર ગોલ્ફર્સને પડકાર ફેંકશે. કેન્સવિલે ભારતના અગ્રણી ગોલ્ફ ચેમ્પિયનશિપ માટેના વેન્યૂ માટેનું એક લોકપ્રિય છે જેણે 2011થી 2013 સુધી ત્રણ યુરોપિયન ટૂરની ગુજરાત કેન્સવિલે ચેલેન્જ જેવી ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સની સફળ યજમાની કરી હતી.


