અમેરિકાના રાષ્ટ્રપતિ પદ જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે સંભાળ્યુ છે ત્યારથી તેઓ એક બાદ એક મોટા નિર્ણયોને પગલે વિવાદોમાં જોવા મળી રહ્યા છે. હાલમાં ટેરિફ નીતિને લઇને પણ તેઓ કડક વલણ અપનાવી રહ્યા છે. ભારત પર પણ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ત્યારે આ મામલ વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના નિર્ણયોને લઇને એક મહત્વની વાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના કર્યા વખાણ
લંડનની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી એસ જયશંકરે વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ વખાણ કર્યા છે. તેમણે ટ્રમ્પના તાજેતરના નિર્ણયોને ભારત માટે સારા ગણાવ્યા છે. જયશંકરે કહ્યું કે ટ્રમ્પના નેતૃત્વમાં જે પણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તે ભારતના હિતમાં છે. આમાં આશ્ચર્યજનક કંઈ નથી. મહત્વનું છે કે વિદેશમંત્રીને પૂછવામાં આવ્યું હતું કે અમેરિકાની નવી વિદેશ નીતિના પહેલા 41 દિવસ વિશે તમારો શું વિચાર છે? શું આ ભારત માટે સારું છે? શું આ દુનિયા માટે યોગ્ય છે?
આમા કોઇ આશ્ચર્યની વાત નથી- વિદેશ મંત્રી
આ અંગે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે જો હું પ્રામાણિકપણે કહું તો આમાં કોઈ આશ્ચર્ય નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આપણે જે જોયું અને સાંભળ્યું છે તેનાથી મને થોડું આશ્ચર્ય થયું છે, પરંતુ જો તે સાચું હોય, તો હું કહીશ કે તેમાં આશ્ચર્યજનક કંઈ નથી. અમારા રાજકીય સંબંધો સારા છે. જયશંકરે વધુમાં કહ્યું કે અમારું એક મોટું સંયુક્ત સાહસ છે. જે ક્વાડ છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાનો વાજબી હિસ્સો ચૂકવે છે. તેમાં કોઈ મફત બેટ્સ સામેલ નથી તેથી તે એક સારું મોડેલ છે જે કામ કરે છે. આ પહેલા ટ્રમ્પે ભારત અંગે ટેરિફ અંગે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા 2 એપ્રિલથી ભારત પર બદલો લેવા માટે ટેરિફ લાદશે.


