પાકિસ્તાનમાં ખાંડના ભાવ આસમાને પહોંચ્યા છે. એક કિલો ખાંડના ભાવ 170-180 રૂપિયા સુધી છે. રાવલપિંડી જેવા વિસ્તારોમાં ખાંડ માટે મારામારી થઇ રહી છે. અને વેપારીઓ પણ હડતાળની ધમકીઓ આપી રહ્યા છે. તો આ ભાવ વધારે માટે સરકાર આયાત-નિકાસ માટેની નીતિઓને જવાબદાર ઠેરવી રહી છે. તો રમઝાન શરુ હોવાથી પણ ખાંડના ભાવમાં વધારો થઇ રહ્યુ હોવાનું રટણ કરવામાં આવી રહ્યુ છે.
પાકિસ્તાનમાં વધ્યા ખાંડના ભાવ
પાકિસ્તાનમાં ખાંડના વધેલા ભાવે તમામ સ્થાનિકોનું ટેંશન વધાર્યુ છે. સ્થાનિકો સરકાર પર આરોપ લગાવી રહ્યા છે કે તેમની નીતિઓના કારણે રોજિંદી વસ્તુઓના ભાવ વધ્યા છે. એક કિલો ખાંડના ભાવ 170-180 રૂપિયા સુધી છે. રાવલપિંડી જેવા વિસ્તારોમાં ખાંડ માટે મારામારી થઇ રહી છે. અને વેપારીઓ પણ હડતાળની ધમકીઓ આપી રહ્યા છે. પાકિસ્તાનના ખાદ્ય વિભાગ અનુસાર, 2024 માં પાકિસ્તાનમાં 603 ટન ખાંડનો વપરાશ થયો હતો. આ 2023 કરતા 3 ટકા વધુ હતું. પાકિસ્તાનમાં ખાંડનો વપરાશ સતત વધી રહ્યો છે. તે પણ જ્યારે પાકિસ્તાનના લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. આરોગ્ય અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં કુલ 3 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ કુલ વસ્તીના લગભગ 26 ટકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં પાકિસ્તાન ડાયાબિટીસનું કેન્દ્ર બની શકે છે.
ખાંડના ભાવ અચાનક કેમ વધ્યા?
રિપોર્ટ અનુસાર, આ વખતે ખાંડના ભાવમાં વધારો થવાનું કારણ ઓછી ખાંડનો પુરવઠો છે. આ વખતે પાકિસ્તાનમાં 100 ટન ઓછી ખાંડ આવી છે. રમઝાનને કારણે ખાંડની માંગમાં વધારો થયો છે. શાહબાઝ શરીફની સરકારે શરૂઆતમાં ખાંડના સંકટને અવગણ્યું હતું, પરંતુ જ્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી, ત્યારે તેણે છૂટક બજારમાં ભાવ નક્કી કરવાનો આદેશ જારી કર્યો. સરકારે કહ્યું હતું કે જો કાળાબજાર બંધ કરવામાં આવે તો ખાંડના ભાવ ઘટી શકે છે, પરંતુ આવું થયું નહીં.
બધું બરાબર છે: પાકિસ્તાની સરકાર
પાકિસ્તાનના લોકો ખાંડ અને અન્ય ખાદ્ય પદાર્થોની ચિંતામાં છે. સરકાર કહે છે કે બધું નિયંત્રણમાં છે. સરકારે એક અહેવાલ દ્વારા માહિતી આપી છે કે પાકિસ્તાનમાં ફુગાવાનો દર ગયા વર્ષની સરખામણીમાં ઘટ્યો છે. સરકારના નાણામંત્રી કહે છે કે જો બધું આમ જ ચાલતું રહ્યું તો મોંઘવારી ટૂંક સમયમાં કાબુમાં આવી જશે.


