ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર નજર રાખી રહી છે. આ મેચ પહેલા, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.
આ ખેલાડી પ્રેક્ટિસ સેશન દરમિયાન થયો ઈજાગ્રસ્ત
શુક્રવારે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજા થઈ હતી. આ ઈજા 9 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલ પહેલા થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ કોહલીને ઘૂંટણ પાસે બોલ વાગતાં પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને પ્રેક્ટિસ બંધ કરવી પડી હતી. ભારતીય તબીબી ટીમે તાત્કાલિક સ્પ્રે અને પાટો લગાવીને તેની સારવાર કરી.
ટીમ મેનેજમેન્ટે આપ્યું અપડેટ
ટીમ મેનેજમેન્ટે ખાતરી આપી હતી કે વિરાટ કોહલીની ઈજા ગંભીર નથી અને તે ફાઈનલમાં રમવા માટે ફિટ થઈ જશે. આ પછી પણ, વિરાટ કોહલી મેદાનમાં જ રહ્યો અને બીજાઓને પ્રેક્ટિસ કરતા જોતો રહ્યો. આ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી ભારત માટે મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે અને રવિવારે દુબઈમાં રમાનાર ફાઈનલ મેચમાં તે મુખ્ય ભૂમિકા ભજવશે.
વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન
ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. ચાર ઈનિંગ્સમાં તેને 72.33 ની પ્રભાવશાળી એવરેજ અને 83.14 ના સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા છે. તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેને પાકિસ્તાન સામે સદી અને ઓસ્ટ્રેલિયા સામે મેચ વિજેતા 84 રન બનાવ્યા. તે ભારતનો સૌથી વધુ સ્કોરર છે અને ટુર્નામેન્ટમાં ચોથો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ફક્ત 15 ચોગ્ગા ફટકાર્યા છે, પરંતુ તેમ છતાં, તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની લિસ્ટમાં ચોથા નંબરે છે.


