ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે ત્રીજી વખત આ ટુર્નામેન્ટ જીતી છે. સૌથી પહેલા ભારતીય ટીમે વર્ષ 2002માં શ્રીલંકા સાથે આ ખિતાબ મેળવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2013માં એમએસ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. હવે ભારતીય ટીમે રોહિત શર્માના નેતૃત્વમાં ઈતિહાસ રચ્યો છે.
ફાઇનલ મેચ બાદ વિવાદ પર ICCનું સ્પષ્ટીકરણ
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ બાદ એવોર્ડ સમારોહ દરમિયાન વિવાદ સર્જાયો હતો. હકીકતમાં, તે સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નો કોઈ અધિકારી મંચ પર હાજર નહોતો. આ ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનની યજમાની હેઠળ કરવામાં આવ્યું હતું. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે. ICCએ યજમાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.
ICCના પ્રવક્તાએ કહ્યું કે, PCB ચીફ મોહસિન નકવી અનુપલબ્ધ હતા અને દુબઈ ગયા ન હતા
ICCના પ્રવક્તાએ કહ્યું કે, PCB ચીફ મોહસિન નકવી અનુપલબ્ધ હતા અને દુબઈ ગયા ન હતા. મારા મતે પ્રેઝન્ટેશન સેરેમની માટે બોર્ડના અધિકારીઓને જ બોલાવી શકાય છે. આ માટે પીસીબીનો કોઈ અધિકારી ઉપલબ્ધ નહોતો. તેઓ (PCB) યજમાન હતા, તેઓ ત્યાં હોવા જોઈએ.
ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાના X એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો
ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાના X એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, પરંતુ ફાઈનલ પછી PCBનો કોઈ પ્રતિનિધિ ત્યાં નહોતો. પાકિસ્તાન યજમાન હતું. હું સમજી શક્યો નહીં કે PCB તરફથી કોઈ શા માટે ત્યાં ન હતું.
સુમૈર અહેમદ આ ટુર્નામેન્ટના ડાયરેક્ટર હતા
પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ મુજબ પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવી દુબઈ જઈ શક્યા નથી કારણ કે ગૃહમંત્રી તરીકે તેમની કેટલીક પ્રતિબદ્ધતાઓ હતી. ICC પ્રમુખ જય શાહ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી દેવજીત સૈકિયાએ ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને જેકેટ આપ્યા હતા.
પીસીબીના સૂત્રોએ દાવો કર્યો હતો કે બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી સુમૈર અહેમદ દુબઈ ગયા હતા, પરંતુ તેમને એવોર્ડ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જોકે, આઈસીસીના પ્રવક્તાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ દાવો ખોટો છે કારણ કે પીસીબીનો કોઈ અધિકારી મંચ પર હાજર નહોતો. સુમૈર અહેમદ આ ટુર્નામેન્ટના ડાયરેક્ટર પણ હતા.


