ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ભાગ હતો. પરંતુ તેને કોઈ પણ મેચના પ્લેઈંગ ઇલેવનમાં રમવાની તક મળી ન હતી. હવે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતીને સ્વદેશ પરત ફરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ પંતના ઘરમાં લગ્નના ગીતો ગૂંજશેછે. એવું માનવામાં આવે છે કે આગામી લગ્નમાં એમએસ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મોટા સ્ટાર્સ હાજરી આપી શકે છે.
રિષભ પંતના ઘરે થશે લગ્ન
મીડિયા રિપોર્ટ્સ મુજબ રિષભ પંતની બહેન સાક્ષી પંતના લગ્ન મસૂરીમાં થવાના છે. આ લગ્નમાં એમએસ ધોની અને રિષભ પંત જેવા સ્ટાર ખેલાડીઓ હાજરી આપી શકે છે. લગ્ન સેરેમની મંગળવાર અને બુધવારે મસૂરીના એક પ્રાઈવેટ પ્લેસ પર થશે. સાક્ષી પંત ઉદ્યોગપતિ અંકિત ચૌધરી સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગભગ 9 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ ગયા વર્ષે સગાઈ કરી હતી.
ધોનીએ સગાઈમાં આપી છે હાજરી
સાક્ષી અને અંકિતની સગાઈ જાન્યુઆરી 2024માં થઈ હતી. લંડનમાં યોજાયેલી આ સગાઈમાં એમએસ ધોની પણ હાજરી આપી હતી. સાક્ષીએ યુકેમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તે સોશિયલ મીડિયા પર તેના ટ્રેન્ડિંગ આઉટફિટ માટે પણ ચર્ચામાં રહે છે.
પંતને ન મળી તક
રિષભ પંતનો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને એક પણ મેચમાં રમવાની તક મળી નહીં. પંતની જગ્યાએ, મેનેજમેન્ટે રાહુલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેને બધી 5 મેચમાં તક મળી હતી. પંત IPL 2025નો સૌથી મોંઘો ખેલાડી છે. લખનૌ સુપર જાયન્ટ્સે તેને 27 કરોડ રૂપિયા ખર્ચીને પોતાની ટીમનો ભાગ બનાવ્યો. પંત આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. પંત પાસે IPL 2025 માટે નવા પડકારો છે. તે LSG ની કેપ્ટનશીપ સંભાળશે. આ પહેલા પંત દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો.


