હાર્દિક પંડ્યાને નવી ICC રેન્કિંગમાં નુકસાન થયું છે, જ્યારે આ ખેલાડીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાની શાનદાર બોલિંગ અને ધમાકેદાર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. પંડ્યાએ મેગા ઈવેન્ટમાં ભારત માટે નીચલા મધ્યમ ક્રમમાં ફિનિશર બેટ્સમેનની ભૂમિકા ભજવી હતી. પરંતુ આ પછી પણ આ સ્ટાર ઓલરાઉન્ડરને નવી ICC ODI રેન્કિંગમાં કોઈ ફાયદો થયો નથી.
હાર્દિક પંડ્યાને કેમ થયું નુકસાન?
હાર્દિક પંડ્યાએ નવી ICC ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં એક સ્થાન ગુમાવ્યું છે. હાર્દિક પંડ્યા હાલમાં 181 પોઈન્ટ સાથે નવા આઈસીસી રેન્કિંગમાં 22મા ક્રમે છે. અગાઉ તે 21મા સ્થાને હતો. સ્વાભાવિક છે કે, હાર્દિક સિવાય, ગયા અઠવાડિયે અન્ય ખેલાડીઓએ પણ ઓલરાઉન્ડર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું. આ કારણે પંડ્યાએ એક સ્થાન ગુમાવ્યું છે. તેમના સિવાય રવિન્દ્ર જાડેજાએ એક સ્થાન ગુમાવ્યું છે. જાડેજા 220 પોઈન્ટ સાથે 9મા સ્થાનેથી 10મા સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય અક્ષર પટેલે પોતાનું રેન્કિંગ જાળવી રાખ્યું છે.
હાર્દિક પંડ્યાને ODI ફોર્મેટમાં હારનો સામનો કરવો પડ્યો. પરંતુ હાર્દિક હજુ પણ T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે. તે T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાન ધરાવે છે. હાર્દિક પંડ્યા 252 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે.
ચેમ્પિયન્સ ટ્રોફી હાર્દિકનું શાનદાર પ્રદર્શન
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, હાર્દિકે ભારત માટે ફિનિશર બેટ્સમેનની ભૂમિકા ભજવી હતી અને 5 મેચમાં 99 રન બનાવ્યા અને 4 વિકેટ લીધી. તેમને ભારત માટે 11 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 532 રન બનાવ્યા છે અને 17 વિકેટ લીધી છે. આ સિવાય 94 ODI મેચોમાં, 1904 રન બનાવવા સિવાય તેને 91 વિકેટ પણ લીધી છે. 114 T20 મેચોમાં, આ સ્ટાર ઓલરાઉન્ડરે 1812 રન બનાવવા ઉપરાંત 94 વિકેટ લીધી છે.
કુલદીપ યાદવ-રવીન્દ્ર જાડેજાને થયો ફાયદો
કુલદીપ યાદવે આ ટુર્નામેન્ટમાં કુલ 5 મેચ રમી, જેમાં તેને 31.86 ની એવરેજથી 7 વિકેટ લીધી. ખાસ કરીને ફાઈનલ મેચમાં, તેને બે મહત્વપૂર્ણ વિકેટ લીધી અને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં લાવી દીધી. આ મજબૂત પ્રદર્શનને કારણે, કુલદીપ યાદવ ત્રણ સ્થાન આગળ વધીને 650 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
રોહિતે ફાઈનલમાં રમી જોરદાર ઈનિંગ
બેટ્સમેનોની તાજેતરની ICC ODI રેન્કિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનું વર્ચસ્વ જોવા મળ્યું. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હિટમેનના અદ્ભુત પ્રદર્શનથી તેને રેન્કિંગમાં ફાયદો થયો છે, જ્યાં તે બે સ્થાન ઉપર આવીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ રેન્કિંગમાં, ODI ટીમના વાઈસ-કેપ્ટન શુભમન ગિલ પહેલાની જેમ જ નંબર વન પર યથાવત છે. વિરાટે આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટ એક સ્થાન નીચે સરકી ગયો છે અને હવે તે પાંચમા ક્રમે છે, જ્યારે પ્રોટીઝ બેટ્સમેન હેનરિક ક્લાસેન ચોથા ક્રમે પહોંચી ગયો છે.


