લિયોનેલ મેસ્સીએ બેન્ચ પરથી ઊતરીને ગોલ કર્યો હતો જેને પગલે ઇન્ટર મિયામીએ જમૈકાના કૈવેલિયરને 2-0થી પરાસ્ત કરીને કોનકાકૈફ ચેમ્પિયન કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો તથા કુલ સ્કોરમાં 4-0નો વિજય હાંસલ કર્યો હતો.
મેસ્સી કે જેને કૈવેલિયર વિરુદ્ધના પ્રથમ તબક્કા સહિત મિયામીની પાછલી ત્રણેય મેચોમાં આરામ આપવામાં આવ્યો હતો તેણે બેન્ચ પરથી ઊતરીને રમવાનું શરૂં કરી દીધું હતું. જો કે 53મી મીનિટે નેશનલ સ્ટેડિયમમાં દર્શકોની ખુશી માટે મેદાનમાં ઊતર્યા હતાં. આર્જેન્ટિનાના આ ખેલાડીએ ખેલની આખરી કીકમાં મિયામી માટે બીજો ગોલ કર્યો હતો કે જ્યારે તેણે કિશોર સૈટિયાગો મોરાલેસના એક બહેતરીન થ્રૂ બોલને આગળ ધપાવ્યો હતો અને એક જ પ્રયાસમાં તેને વિન્કો બાર્કલેટ પાસે પહોંચાડી દીધો હતો. ઘરેલું ટીમને અસાધારણ વિજય મેળવવાની અપેક્ષા પહેલેથી જ તૂટી ચૂકી હતી પણ જમૈકાના પ્રસંશકોએ આ ગોલ પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓ આ વિજેતાને પહેલીવાર પોતાના દેશમાં રમતા જોઇને આનંદમગ્ન હતાં. મિયામીને જાણ હતી કે બહારના ગોલથી મુકાબલો ખતમ થઇ જશે અને તેમણે પોઝિટિવ શરૂઆત કરી હતી. 37 વર્ષના મેસ્સીએ શાનદાર ફિનિશ સાથે વિજય અપાવ્યો હતો અને મિયામી અંતિમ આઠમાં પહોંચી ગયું ત્યાં તેનો સામનો લોસ એન્જલ્સ એફસી સામે થશે.


