એલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં જલદી જ લોન્ચ થવા જઇ રહી છે. ત્યારે આ મામલે નવા વળાંકો પણ જોવા મળે છે. સ્ટારલિંકનું ઓપરેશન શરુ કરતા પહેલા ઘણા કઠોર નિયમોને જાણવા જરુરી બન્યા છે. સરકારે સ્ટારલિંકને ભારતમાં કંટ્રોલ સેન્ટર બનાવવા માટે આદેશ આપ્યા છે. આ પગલા એટલા માટે લેવામાં આવ્યા છે કારણ કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં સંદેશાવ્યવહાર સેવાઓ બંધ કરી શકાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
Starlink માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા
સરકારે આ ઉપરાંત સુરક્ષા જરુરત પણ જણાવી છે. જો કોઇ ઇમરજન્સી આવે તો કાયદાકીય એજન્સીઓ કોલને રોકી પણ શકે તેની અનુમતિ સામેલ કરવામાં આવે. આ નિર્દેશ સ્ટારલિંકના સેટેલાઇટ કોમ્યુકેશન લાઇસેન્સના આવેદનના અંતિમ ચરણમાં પહોંચ્યા બાદ સામે આવ્યા છે. કંપની માર્કેટિંગ, ડિપ્લોયમેન્ટ અને નેટવર્ક વિસ્તરણ માટે રિલાયન્સ જિયો અને એરટેલ સાથે કરારો પર કામ કરી રહી છે. ભારતમાં કંટ્રોલ સેન્ટર કાયદા વ્યવસ્થાની સ્થિતીઓને જાળવી રાખવા માટે મહત્ત્વનું ગણવામાં આવી રહ્યુ છે. આવી સ્થિતીઓમાં તુરંત જ સેટેલાઇટ સેવાઓને રોકવામાં આવી શકે છે. સરકારે જણાવ્યુ છે કે, આવી કોઇ વિકટ પરિસ્થિતીમાં અમે સ્ટારલિંકની પરવાનગી નહી માગીએ અને અમે અમારી રીતે નિર્ણયો લેશું. ત્યારે આ તરફ, એલો મસ્કની સ્ચારલિંક કંપનીએ જણઆવ્યુ છે કે, તેઓ આ મામલે સમીક્ષા કરી રહ્યા છે.
ટેલિકોમ કાયદા શું કહે છે?
ભારતના ટેલિકોમ્યુનિકેશન કાયદા કેન્દ્ર અથવા રાજ્ય સરકારને જાહેર કટોકટી, આપત્તિ વ્યવસ્થાપન અથવા જાહેર સલામતીની ચિંતાઓના કિસ્સામાં કોઈપણ ટેલિકોમ્યુનિકેશન સેવા અથવા નેટવર્કનું કામચલાઉ નિયંત્રણ લેવાની મંજૂરી આપે છે. આ કાયદાઓમાં જરૂર પડ્યે ઇન્ટરનેટ બંધ કરવાની જોગવાઈઓ પણ સામેલ છે.
આ કંપનીને પણ તક મળી શકે
સ્ટારલિંકને મંજૂરી મળ્યા પછી, બીજો સૌથી મોટો દાવેદાર એમેઝોન કુઇપર હશે. જેના માટે ભારતનો માર્ગ પણ સાફ થઈ જશે. એમેઝોનની આ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ભારતમાં પણ શરૂ થવાની તૈયારીમાં છે. જો સ્ટારલિંકને સરકારની મંજૂરી મળી જાય, તો કુઇપર માટે લાઇસન્સ મેળવવાનું પણ સરળ બનશે. આનાથી ભારતના દૂરના વિસ્તારોમાં પણ ઝડપી ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ થશે.
સ્ટારલિંકને ક્યારે મંજૂરી મળશે?
સ્ટારલિંકે ઘણા સમય પહેલા ભારતમાં લાઇસન્સ માટે અરજી કરી હતી. સરકાર સાથે વાતચીત બાદ, કંપનીએ ભારતમાં સ્થાનિક નિયંત્રણ કેન્દ્ર સ્થાપવાની શરત પણ સ્વીકારી લીધી છે. એવું માનવામાં આવે છે કે સ્ટારલિંક આ માટે સંમતિ આપશે, જેના કારણે સરકાર ટૂંક સમયમાં તેને સેવા શરૂ કરવાની પરવાનગી આપી શકે છે.
સ્ટારલિંક માટે ભારત કેમ મહત્વનું છે?
સ્ટારલિંક પહેલાથી જ 100 થી વધુ દેશોમાં તેની સેવા આપી રહી છે, જેમાં યુએસ, ઓસ્ટ્રેલિયા અને ભૂટાનનો સમાવેશ થાય છે. ભારત એક વિશાળ ડિજિટલ બજાર છે અને સેટેલાઇટ ઇન્ટરનેટ માટે વિશાળ સંભાવનાઓ છે. ખાસ કરીને ગ્રામીણ અને પહાડી વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો અભાવ છે.


