નાસાના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 9 મહિના બાદ અંતરીક્ષમાંથી સકુશળ પૃથ્વી પર પરત ફર્યા છે. તેઓ ધરતી પર પરત ફરતા ઇસરોએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું તે તમારુ ફરી એકવાર સ્વાગત છે સુનિતા વિલિયમ્સ. ઇસરોએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર એક વિસ્તારિત મિશન બાદ તમે સુરક્ષિત પરત આવતા ઉલ્લેખનીય ઉપલબ્ધિ છે. આ નાસા અને SpaceX અને યુનાઇટેડ સ્ટેટ અમેરિકાની પ્રતિબદ્ધતાનું અદભૂત ઉદાહરણ છે. જેને સુનિતા વિલિયમ્સે પોતાના અદ્રિતીય સાહસ અને સમર્પણથી પૂર્ણ કર્યુ છે.
હું હૃદય પૂર્વક અભિનંદન આપુ છું- ઇસરો, અધ્યક્ષ
ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના અધ્યક્ષે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મારા સાથીદારો વતી, હું સુનિતા વિલિયમ્સને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમની સિદ્ધિઓનું સન્માન કરું છું. તેમનું કાર્ય પ્રેરણાદાી છે જે ભવિષ્યમાં અવકાશ ક્ષેત્રે ભારતની નીતિઓને વધુ મજબૂત બનાવશે. ઇસરોએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ કામ કરી રહ્યું છે, આ દિશામાં અમે અવકાશ સંશોધનમાં તમારી કુશળતાનો ઉપયોગ કરવા માંગીએ છીએ.
અમારી ટીમ પર ગર્વ- નાસા
નાસાએ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને અવકાશયાત્રીઓના સુરક્ષિત વાપસીની પુષ્ટિ કરી છે. નાસાએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘અમને અમારી ટીમ પર ગર્વ છે. સફળ ઉતરાણથી સમગ્ર ટીમ ખુશ છે. અમારું મિશન સંપૂર્ણપણે સફળ રહ્યું. બધું પ્લાન મુજબ થયું છે. મિશન માટે SPCAE X નો આભાર. નાસાએ કહ્યું કે તમામ અવકાશયાત્રીઓ સ્વસ્થ છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. દરિયામાંથી બહાર કાઢવાની પ્રક્રિયાની પ્રશંસા કરતા, નાસાએ કોસ્ટ ગાર્ડ ટીમના ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી.
એલોન મસ્ક શું બોલ્યા ?
સ્પેસએક્સના માલિક એલોન મસ્કએ પણ સફળ ઉતરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે સ્પેસએક્સ અને નાસાની ટીમોએ વધુ એક સફળ મિશન પૂર્ણ કર્યું છે. આ માટે તેમણે બધાને અભિનંદન આપ્યા અને આ મિશનને પ્રાથમિકતા આપવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો.


