અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિની સુદીક્ષા કોનંકી છેલ્લા 12 દિવસથી ગુમ છે. સુદીક્ષા પોતાના મિત્રો સાથે સ્પ્રિંગ બ્રેક પર ગઇ હતી. અને ત્યાંથી પરત ફરી ન હતી. આ કેસ મામલે હવે તપાસ થઇ રહી છે. ત્યારે આ વચ્ચે હવે સુદીક્ષાના માતા-પિતાનું નિવેદન સામે આવ્યુ છે. અને તેઓએ કબૂલ્યુ છે કે તેમની પુત્રી સમુદ્રમાં ડૂબી ગઇ છે અને તેનું મૃત્યુ થયુ છે. તપાસ અધિકારીઓએ સમુદ્રની લહેરો અંગે માહિતી આપી હતી.
સુદીક્ષા કેસમાં મોટો ખુલાસો
અમેરિકાના પિટ્સબર્ગમાં 20 વર્ષની ભારતીય વિદ્યાર્થિની સુદીક્ષા કોનંકીના ગાયબ થયાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં દિવસેને દિવસે નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. સુદીક્ષા કોનંકી પોતાના મિત્રો સાથે સ્પ્રિંગ બ્રેક માટે પુંટા કાના ગઇ હતી. સુદીક્ષાને છેલ્લે 6 માર્ચના રોજ વહેલી સવારે 4 વાગ્યે 15 મિનીટે જોઇ હતી. જે બાદ તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે તેના સુદીક્ષાના માતા-પિતાનું નિવેદન સામે આવ્યુ છે. તો આ તરફ, અમેરિકાની એજન્સીઓ તેની તપાસ કરવા માટે ડોમિનિકન અધિકારીઓની મદદ કરી રહી છે. સુદીક્ષાના ગાયબ થવા પહેલા તેની સાથે તેનો મિત્ર જોશુઆ રિબે હતો. તેનુ પણ નિવેદન નોંધવામાં આવ્યુ છે. તો બીજી બાજુ સુદીક્ષાના પિતા સુબ્બારાયુડુ કોનંકીનુ નિવેદન સામે આવ્યુ છે કે, અધિકારીઓએ સમુદ્રની સ્થિતી અંગે જણાવ્યુ હતુ અને આ કેસમાં સુદીક્ષાનો મિત્ર જોશુઆ રિબે નિર્દોષ છે. તેની કોઇ શંકાસ્પદ ભૂમિકા નથી.
માતા-પિતાની જુબાની પુત્રીની કહાની
સુદીક્ષાના પિતા સુબ્બારાયુડુ કોનંકીએ જણાવ્યુ છે કે, ઘટનાની તપાસ દરમિયાન બંને પક્ષના અધિકારીઓએ કહ્યુ છે કે, સમુદ્રની લહેરો કેટલી ઉંચી હતી. ભારે મન સાથે અમે આ સત્ય સ્વીકાર્યુ છે કે તેમની પુત્રી સુદીક્ષા સમુદ્રમાં ડૂબી ગઇ છે. માતા-પિતાએ એવી પણ વિનંતી કરી હતી કે 22 વર્ષીય ઇવાન જોશુઆ રિબે, જેની સાથે સુદીક્ષા છેલ્લે જોવા મળી હતી, તેને કેરેબિયન દેશ છોડવાની મંજૂરી આપવામાં આવે, જ્યાં તેને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અટકાયતમાં રાખવામાં આવ્યો છે. સુદીક્ષાના વતનના અધિકારીઓએ કહ્યું કે તેઓ માનતા નથી કે રેબે તેમાં સામેલ હતો. રિબેના વકીલે સોમવારે કાનૂની વિનંતી દાખલ કરી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે તેમને યુનાઇટેડ સ્ટેટ્સ પાછા ફરવાની મંજૂરી આપવામાં આવે કારણ કે આ કેસમાં તેમની કોઈ ભૂમિકા નથી. તેમની વિનંતી પર કોર્ટમાં બુધવારે સુનાવણી થવાની છે.
12 દિવસથી ગુમ છે સુદીક્ષા કોનંકી
સુદીક્ષાને ગુમ થયાને 12 દિવસ થઇ ગયા છે. અને માતા-પિતા તપાસની માગ કરી રહ્યા છે. માતા-પિતાની તપાસ અધિકારીઓ પાસે એક જ માગ છે કે તેમની પુત્રી સાથે કોઇ અપરાધ તો નથી થયો. પરંતુ હવે તેઓએ એક વાત સ્વીકારી લીધી છે કે તેમની પુત્રી સમુદ્રમાં ડૂબીને મૃત્યુ પામી છે. સુદીક્ષા પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રી-મેડ વિદ્યાર્થિની હતી. તેણે 3 માર્ચે પિકનીક માટે ઉચ્ચ કક્ષાની RIU હોટેલ અને રિસોર્ટમાં ચેક ઇન કર્યું હતું. 6 માર્ચે રિબે સાથે રાતભર સ્વિમીંગ કર્યા પછી તે ગુમ થઈ હતી.


