ભારતીય ક્રિકેટ ફેન્સ હવે 2 મહિના સુધી IPLનો આનંદ માણી શકશે. આ સૌથી મોટી ક્રિકેટ લીગની 18મી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક એવો વિશ્વ રેકોર્ડ બન્યો છે, જેને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
ફોકલેન્ડ આઈલેન્ડ્સ ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમના ખેલાડી એન્ડ્રુ બ્રાઉનલી 60 વર્ષની ઉંમર પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર પ્રથમ પુરુષ ખેલાડી બન્યો છે.
60 વર્ષની ઉંમર પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ
ક્રિકેટરની કારકિર્દી મહત્તમ 40 વર્ષની ઉંમર સુધી ચાલે છે તેવું માનવામાં આવે છે, પરંતુ એવા ઘણા ઉદાહરણો છે જ્યાં ખેલાડીઓ 40-45 વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમે છે. હજુ પણ રમી રહેલા મોટા ક્રિકેટરોમાં એક એમએસ ધોની છે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ તે હજુ પણ IPLમાં CSK વતી રમે છે.
તમે કદાચ કોઈ ક્રિકેટરે 50 વર્ષની ઉંમર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હોય તેવું સાંભળ્યું નહીં હોય, પરંતુ ફોકલેન્ડ આઈલેન્ડ્સના એક ખેલાડીએ 60 વર્ષની ઉંમર પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરનો ક્રિકેટર
એન્ડ્રુ બ્રાઉનલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરના ક્રિકેટર બન્યો છે. 10 માર્ચે તેને કોસ્ટા રિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. આ સમયે તેમની ઉંમર 62 વર્ષ 147 દિવસ હતી.
ફોકલેન્ડ આઈલેન્ડ્સ તરફથી રમતા, એન્ડ્રુ બ્રાઉનલીએ 10, 11 અને 12 માર્ચે કોસ્ટા રિકા સામે 3 મેચ રમી. પરંતુ તેનું પ્રદર્શન નબળું રહ્યું, તેને 3 મેચમાં ફક્ત 6 રન બનાવ્યા. તેને બીજી મેચમાં પણ બોલિંગ કરી પરંતુ કોઈ વિકેટ લઈ શક્યો નહીં.
ફોકલેન્ડ આઈલેન્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારી 106મી ટીમ બની
તમને જણાવી દઈએ કે આ ફોકલેન્ડ આઈલેન્ડ ક્રિકેટ ટીમની પહેલી આંતરરાષ્ટ્રીય સિરીઝ હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારી 106મી ટીમ બની ગઈ છે. આ ટીમમાં 3 ખેલાડીઓ હતા જેમની ઉંમર 56 વર્ષથી વધુ હતી. પ્લેઈંગ 11 માં બે ખેલાડીઓ સિવાય, બાકીના બધા 40 વર્ષથી વધુ ઉંમરના હતા.


