રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે
શ્રદ્ધાળુઓને સમજાવી શિવનું દૂધ જરૂરીયાતમંદોને વિતરણ કરવામાં આવશે
હિંડોળા, જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટઃ રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળ અને મંદિરના સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૩ મી ઓગસ્ટ ગુરૂવારથી આખો શ્રાવણ માસ રામેશ્વર મહાદેવ મંદિરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. પરોઢથી રાત સુધી મંદિરમાં શિવપૂજા-અર્ચન, રૂદ્રાભિષેક, મહાઆરતી, દિપમાલા અને સત્સંગ મંડળે ભજન-ધૂનનું આયોજન કર્યું છે. શ્રદ્ધાળુઓને સમજાવી શિવને પ્રતિક દૂધ ચડાવી વધેલું દૂધ એકઠું કરી બપોરે દૂધ જરૂરીયાતમંદ વસાહતમાં આપવામાં આવશે. દૂધનો બગાડ કરવામાં આવશે નહિ. મંદિરમાં કોઈપણ જાતના ફંડફાળા કરવામાં આવતા નથી. દૂધના સળંગ અભિષેક માટે પાબંદી કરવામાં આવી છે. દરરોજ બપોરે એક સુધી જ અભિષેક, જલાભિષેક, રૂદ્રી, પૂજા–પાઠ વગેરે સમય નક્કી કરવામાં આવ્યો છે.
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટ અને વિજયભાઈ જોબનપુત્રાની નિગરાનીમાં શ્રાવણ માસ આખો ધાર્મિક કાર્યક્રમો માટે જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે શોભનાબેન ભાણવડિયા, હર્ષાબેન પંડયા, નેહાબેન મહેતા, જીગીસાબેન રાવલ, કિર્તીબેન કગથરા, ભારતીબેન ગંગદેવ, ભક્તિબેન ખખ્ખર, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જોબનપુત્રા, ઉપરાંત કમિટીના વિવેકભાઈ રાવલ, પાર્થ ગોહેલ, પૂજારી પ્રવિણભાઈ જોષી વિગેરે મંદિરમાં સુશોભન, શણગાર, રોશની, હિંડોળા, દર સોમવાર શિવને વિશેષ પૂજા–મહાઆરતી, દિપમાલા, કમળપૂજા સહિત ભાવપૂર્ણ આયોજન માટે જવાબદારી સોંપવામાં આવી છે. દરરોજ રાત્રીના ઈલેક્ટ્રીક રોશનીથી મહાદેવધામ શોભાયમાન થશે.
શ્રાવણ માસની તૈયારીમાં સમિતિના પ્રમુખ જયંત પંડયા, મુકેશભાઈ પોપટ, વિનોદરાય ભટ્ટ, વિનુભાઈ ઉપાધ્યાય, પાર્થ ગોહેલ, હસુભાઈ મોડેસરા, રાજેશ વઢવાણા, શૈલેષભાઈ પુજારા, પંકજ મહેતા, હસમુખભાઈ ગોહેલ, વિવેકભાઈ રાવલ તથા મહિલા મંડળના હર્ષાબેન પંડયા, યોગીતાબેન જોબનપુત્રા, શોભનાબેન ભાણવડિયા, ભક્તિબેન ખખ્ખર, કિર્તીબેન કગથરા, નેહાબેન મહેતા, જીગીસાબેન રાવલ, ભારતીબેન રાવલ, સગુણાબેન વિઠ્ઠલાણી, ભારતીબેન ગંગદેવ, ભદ્રાબેન ગોહેલ, પ્રફુલ્લાબેન બોરીચા, વાસંતીબેન ત્રિવેદી, સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, હર્ષિદાબેન શુકલ, નયનાબેન ઉપાધ્યાય, ભારતીબેન ગંગદેવ, ઉર્મિલાબેન ગોહેલ, કાશ્મીરાબેન દવે, શોભનાબેન નકુમ, પુનમબેન, ભારતીબેન, આરતીબેન, ગીતાબેન મહેતા, કંચનબેન, રેખાબેન, જયશ્રીબેન, દિપ્તીબેન, બીનાબેન, પારૂલબેન, ક્રિશ્નાબા, યોગીતાબેન, નેહાબેન, અનેક મહિલા મંડળ સદસ્યો કામગીરી કરી રહ્યાં છે. મંદિરે અભિષેક માટે સવારે ૫ થી બપોરના ૧ સુધીનો પૂજા માટે સમય નક્કી કર્યો છે તેમ સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે.


