ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2019 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ધોની સતત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમી રહ્યો છે અને આ લીગમાં સૌથી વધુ 264 મેચ રમવાનો રેકોર્ડ તેના નામે છે. આ લીગની દરેક સીઝનમાં ભાગ લેનારા પસંદગીના ખેલાડીઓમાં ધોનીનું નામ પણ સામેલ છે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ તેમના વિશે એક મોટું નિવેદન આપ્યું છે.
પૂર્વ ક્રિકેટર આપ્યુ મોટુ નિવેદન
રોબિન ઉથપ્પાએ કહ્યું કે જો ધોની IPL 2029 સુધી રમે તો તેમને આશ્ચર્ય થશે નહીં. આઈપીએલમાં ધોની સાથે રમી ચૂકેલા ઉથપ્પાનું માનવું છે કે ધોનીનું મન કોઈ વાંચી શકતું નથી. ધોનીનો પોતાની રીત છે. કોઈ જાણતું નથી કે તેઓ આગળ શું કરશે. 43 વર્ષની ઉંમરમાં પણ તેઓ રમી રહ્યા છે. જો તમારી પાસે આવડત છે, પ્રતિભા છે અને આગળ વધવાનો જુસ્સો છે તો મને નથી લાગતુ કે કોઇ તમને રોકી શકે. હા જો તેઓ સિઝનના અંતમાં નિવૃત્તિ લેશે તો મને આશ્ચર્ય થશે નહી. પરંતુ તે આના પછી બીજી ચાર મેચ રમે છે તો મને આશ્ચર્ય થશે નહીં.
ઋતુરાજ ગાયકવાડ પાસે CSKની કમાન
IPL ફ્રેન્ચાઇઝ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ ટાઇટલ અપાવનાર ધોનીએ 2023 સીઝન પછી CSK ની કેપ્ટનશીપ કાયમ માટે છોડી દીધી છે, જ્યાં આ સિઝનમાં યુવાન રુતુરાજ ગાયકવાડ જવાબદારી સંભાળી રહ્યા છે. જોકે, ધોનીને ફિટનેસની સમસ્યા છે. ધોની ઘૂંટણની તકલીફથી પીડાઈ રહ્યો છે અને 2023માં તેના ડાબા ઘૂંટણની સર્જરી પણ થઈ હતી. તેની ફિટનેસ એવી છે કે IPLની છેલ્લી બે સીઝનમાં તેણે કુલ માત્ર 130 બોલ રમ્યા છે.
ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ક્યારે નિવૃત્તિ લીધી?
તમને જણાવી દઈએ કે ધોનીએ 2014-15 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ વિરાટ કોહલીને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેમનો છેલ્લો વનડે 2019 વર્લ્ડ કપ સેમિફાઇનલ ન્યુઝીલેન્ડ સામે હતો, જ્યાં ટીમને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, 15 ઓગસ્ટ, 2020 ના રોજ, તેમણે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.


